જયા-જયન્ત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આમુખ કાવ્ય જયા-જયન્ત
ન્હાનાલાલ કવિ
૧૯૩૫
પ્રેમભક્તિ-ગ્રન્થમાલા
જયા-જયન્તકર્તા :

ન્હાનાલાલ દલપતરામ કવિ
૨૦૨૩ ]
[ઇ. સ. ૧૯૬૭
 


કિંમત ત્રણ રૂપિયા

પ્રકાશક :

ડૉ. મનોહરલાલ ન્હાનાલાલ કવિ
કવિ ન્હાનાલાલ રસ્તો, એલિસપૂલ : અમદાવાદ-૬,
( સર્વ હક પ્રકાશકને સ્વાધીન )
આવૃત્તિ ૧ લી : ઇ. સ. ૧૯૧૪ : પ્રત ૧૦૦૦
આવૃત્તિ ૨ જી : " ૧૯૨૪ : પ્રત ૧૦૦૦
આવૃત્તિ ૩ જી : " ૧૯૨૭ : પ્રત ૨૦૦૦
આવૃત્તિ ૪ થી : " ૧૯૨૮ : પ્રત ૨૦૦૦
આવૃત્તિ ૫ મી : " ૧૯૫૬ : પ્રત ૧૨૦૦
આવૃત્તિ ૬ ઠ્ઠી : " ૧૯૫૫ : પ્રત ૧૫૦૦
આવૃત્તિ ૭ મી : " ૧૯૫૫  : પ્રત ૧૫૦૦
આવૃત્તિ૮ મી : " ૧૯૫૬ : પ્રત ૨૨૫૧
પુનર્મુદ્રણ : " ૧૯૬૭ : પ્રત ૧૬૫૦

મુદ્રક :

ગોવિંદલાલ જગશીભાઇ શાહ : શારદા મુદ્રણાલય,
પાનકોર નાકા : અમદાવાદ.ભીષ્મ વૈરાગ્ય ધારીને
તજી છે દેહવાસના,
આલંબી આત્મલક્ષ્મીને
સજી છે સ્નેહભાવના,

મનોભાવે નથી જેણે
દુરિચ્છા પાપની કરી,
શીલને સાચવ્યું જેણે
સદાયે સ્નેહને વરી,

ઉપાસે બ્રહ્મશ્રદ્ધાથી,
આત્માલગ્ન ઊંડે હૃદે,
મહા અદ્‌ભુત કો એવા
સ્નેહના યોગીને પદે

વસો આ અધૂરાં ગીત
સ્નેહનાં—યોગીને પદે
પુરાણાં—નવલાં થોયે
પાળેલાં પુણ્ય વર્ય નાં,પ્રસ્તાવના

ઈ. સ. ૧૯૧૨ ના મે માસમાં પ્રો. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરને ત્ય્હાં સુરતમાં હું હતો. તે સમયે ગજ્જર સાહેબના બંગલામાંના વાતાવરણમાં નાટકનો ધ્વનિપ્રતિધ્વનિ ગાજી રહ્યો હતો. સરસ્વતીચન્દ્રના નાટક સંબંધી પડેલી તકરારના પ્રો. ગજ્જર પંચ હતા. પણ રસાયનશાસ્ત્રને તો જેમ પ્રત્યેક પ્રયોગ કોઇક નિયમનું મૂર્ત સ્વરૂપ છે તેમ, તે કલ્પનાપ્રધાન રસાયનશાસ્ત્રી સન્મુખે તો એ તકરારના પરમાણુઓમાં આધુનિક નાટકની સુધારણાનો મહાપ્રશ્ન ખડો થયો હતો. મ્હને પણ એક દૃશ્ય નાટક લખવાની સૂચના થઇ. મ્હારી ભત્રીજી ચિ. કુમારી યશલક્ષ્મી મ્હારી સાથે હતી. નૈષ્ઠિક બ્રહ્મચર્યની ત્‍હેની પ્રતિજ્ઞાએ જોઇતા વસ્તુનું સૂચન દીધું. એ ઉભયનું પરિણામ-યથાશક્તિમતિ-આ જયા અને જયન્ત.

એ ખરૂં છે કે નૈષ્ઠિક બ્રહ્મચર્યનાં લીધેલાં વ્રત ઘણાંનાં અખંડ રહ્યાં નથી, અને તે નૌકારૂઢ વિએઅલા જ ભવસાગર વણબૂડ્યા તરી ઉતરે છે. આપણા તેમ જ યૂરોપના ઇતિહાસમાંની સાધુસાધ્વીઓના મઠોની કથા એકરંગી માત્ર ઉજ્જવળી જ છે નહિ. છતાં રામાયણમાંથી શ્રી હનુમાનજીના વજ્રકછોટાનો અને મહાભારતમાંથી ભીષ્મ પિતામહની ભીષ્મ પ્રતિજ્ઞાનો મહામન્ત્ર મનુષ્યજાતિએ વિસારી મૂકવા જેવો યે નથી.

વધતા જતા વિલાસના આ યુગમાં વિલાસની વૈરાગ્યની વાર્તાનાં મહિમાગીત કેટલાક યુગવાસીઓને કદાચ કર્કશ પણ લાગશે. નૈષ્ઠિક બ્રહ્મચર્યનો માર્ગ વિકટ છે, પ્રલોભનો નિરવિધિ છે. ડગલે ડગલે ભય છે; પણ એ ભય વચ્ચેની નિર્ભયતામાં જ પરમ ઇન્દ્રિયનિગ્રહી કો વીર જનનું વીરત્વ છે. એટલું તો સ્પષ્ટ જ છે કે એ માર્ગ સર્વ માટે નથી; સંયમી માટે છે, યતાત્મન માટે છે.

ઉપરાન્ત એક બીજી ઝીણી વાતના પણ આ નાટકમાં અંકુર છે. સ્નેહ એટલે દેહવાસના નહીં, પણ ત્‍હેનાથી પર કોઈક નિર્મળી આત્મભાવના. સ્નેહયોગ દેહભોગમાં જ પરિણમવો જ જોઈએ એવી કાંઈ કુદરતી આવશ્યકતા નથી.

જ્ય્હાં જ્ય્હાં આત્મા, ત્ય્હાં ત્ય્હાં શરીર,
નથી એવું કાંઈ બ્રહ્માંડમીમાંસાનું ન્યાયસૂત્ર.

દેહી કહેવાતા આત્મતત્વનાં દેહ વિના યે અસ્તિત્વ હોય છે. એ સ્નેહ એકતરફી ન હોય, ને પરસ્પરના હોય તો તે ચૈતન્યવર્ણી સ્નેહસ્થિતિમાં

द्वा सुपर्णा सयुजा सखाया
समानं वृक्षं परिपस्वजाते

એ ઉપનિષત્‌મન્ત્રાનુસાર બે સુપંખાળા આત્મસખાઓનાં સખ્ય ને સંલગ્નતા છે; અને તેથી તે સાયુજ્યને આત્મલગ્ન કહીએ તો અયોગ્ય નથી. માનસ શાસ્ત્રની એ ઝીણવટ આ નાટકના બીજમાં જોતાં જણાશે.

દૃશ્ય નાટકને અનુકૂળ ભાષાનું પોત આ નાટકમાં બનતું

પાતળું રાખ્યું છે. તેમ કરવા જતાં કુમાશ જરજરી થઇ ન હોય, કે વણાટ ઢીલો પડ્યો નહોય, તો સારૂં. ગીતોના ઢાળ પણ કેટલેક અંશે રગભૂમિની શૈલીના છે; છતાં કવિઓના કે સંગીતશાસ્ત્રીઓના અપરાધ અક્ષમ્ય થયા ન હોય તો સુભાગ્ય. દૃશ્ય તરીકે આ નાટકની યોગ્યયોગ્યતા તો નટવર્ગે અને પ્રેક્ષકવર્ગે પારખવાની છે. મ્હને લાગે છે કે તે ઘણી નથી.

વિ. સં. ૧૯૭૦
ન્હાનાલાલ દલપતરામ કવિ
 જયા–જયન્ત

🙖

અંક પહેલો

સ્થળ : ગિરિદેશ, વન ને વારાણસી.

કાળ : દ્વાપર ને કલિની સન્મ્યા.


મુખ્ય પાત્રો :

દેવર્ષિ : દેવાના ઋષિરાજ,
ગિરિરાજ : ગિરિદેશના રાજવી.
જયન્ત : : ગિરિરાજનો મન્ત્રીપુત્ર
કાશીરાજ : વારાણસીના રાજવી.
વામાચાર્ય : યેાગભ્રષ્ટ યોગી.
તીર્થગોર : પાપમન્દિરનો પૂજારી.
પારધી : પશુતાનો શિકારી.
રાજરાણી : ગિરિદેશનાં રાણીજી.
જયાકુમારી : ગિરિદેશની રાજકુમારિકા.
તેજબા : તીર્થગોરની બહેન.
શેવતી : તીર્થગોરની બ્રહ્મકન્યા.
નૃત્યદાસી : એક દાસી.

અનુક્રમણિકા[ફેરફાર કરો]આ નાટકમાંનાં ગીતોના રાહ

ગીત, અંક પહેલો

૧. પ્ર. ૧, ગી. ૧

પરમ પ્રેમ પરણી, રાગ કલ્યાણ

૨. પ્ર. ગી. ૨

વ્હેલી વ્હેલી ચાલો, સાહેલિ ! વ૦ ગરબાના
ઢાળમાં ફેરફારો સાથે

૩. પ્ર. ૧, ગી. ૩

જય ! જય ! કુમાર આવો.

૪. પ્ર. ગી. ૪

સૂના આ સરોવરે આવો, રાજહંસ !
આંતરો વસન્તતિલકાનો.

૫. પ્ર. ૪, ગી. ૧

વીણો વીણો ને ફૂલડાંના ફાલ;
‘ભીંજે મ્હારી ચુંદડલી’ નો ઢાળ.

૬. પ્ર. ૫, ગી. ૨

મ્હારો હીંચકો રે અમરવેલડીની માંહ્ય;
રાગ સારંગ : વીજ ચમકે રે મીઠા મેહુલાની માંહ્મ;

૭. પ્ર. ૫, ગી. ૩

ચાલો, ચાલો, સલૂણી ! રસકુંજમાં.

૮, પ્ર. ૬, ગી. ૧

અહો ! ધન્ય ધન્ય ! હો
અહો ! રામ રામ રે !
દેહ ગઈ, ને દુનિયાં ગઈ,
એ ઢાળ; આંતરો ભુજંગીનો.

૯, પ્ર. ૭, ગી. ૧

ચન્દ્રમા જી રે ઉગ્યેા, સખિ !
સાહેબા જી રે આવ્યા સખિ! આજ મ્હારા બાગમાં,
લીલા લવીંગડા વાવશું જી રે;
એ ઢાળ, સાખી વગેરે ફેરફારો સાથે.

૧૦, પ્ર. ૭, ગી. ૨

બોલે બોલે છે ગિરિઓમાં મોર;
જયાની ઉક્તિઓમાં સીતાજીના મહિનાના ઢાળની છાયા:
જયન્તની ઉક્તિઓ લાવણીમાં.

અંક બીજો

૧૧, પ્ર. ૧, ગી. ૧

ભુવન ભુવન મદનનાં મહારાય રે.

૧૨, પ્ર. ૧, ગી. ૨

દેવનાં તો દ્વાર હો !
‘આંસુડાંના ભેદો તો બતાવો-બતાવો કોઈ’
એ રાહ, આશા: આંતરો ગઝલનો.

૧3, પ્ર. 3, ગી. ૧

ગોરસ લેઈ લેઈ પીજો;

દેખો સખિ ! ડોલરિયો વ૦ ઋષિરાજના
એ પદના ઢાળ.

૧૪, પ્ર. ૩, ગી. ૨

વેણુ લઈ એ ને દઈએ.
રાગ ધનાશ્રી, ભૈરવમાં પણ ગવાશે.

૧૫, પ્ર. ૪, ગી. ૧

વીજલડી હો ! ઊભાં જો રહો તો;
કુંજલડી હો ! સંદેશો અમારો
જઈ વહાલમને કહેજો જી રે : એ ઢાળ

૧૬, પ્ર. ૪, ગી. ૧

ઊંચાં આકાશ, મ્હારી બ્હેનડી !

૧૭, પ્ર. ૬

પરમ ધન પ્રભુનાં લેજો, લોક !

૧૮, પ્ર. ૭. ગી. ૧

ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
રાગ, બિભાસની છાયા.

૧૯, પ્ર. ૭. ગી. ૧

હું તેા જોગણ બની છું મ્હારા વાલમની;
રાગ ઠુમરી, આંતરો ભિન્ન પ્રકારનો.

૨૦, પ્ર. ૭, ગી. ૩

પ્રિયુ ! પ્રેમનું પ્રભાત

અંક ત્રીજો

૨૧, પ્ર. ૧. ગી. ૧

વનવનનાં અન્ધારાં વામશે.....
આંતરો શાર્દૂલવિક્રીડિતનો.

૨૨, પ્ર. ૧. ગી. ૨

એક જ્વાલા જલે તુજ નેનનમાં : ગઝલ કવ્વાલી.

૨૩, પ્ર. ૨.

ભવસાગરમાં ડાલે હા ! માનવનાવઃ રાગ ભૈરવી.

૨૪, પ્ર. ૧. ગી. ૨

હો જયા! વીતી વીતકની વધાઈઓ;
આંતરો સોરઠાનો.

૨૫, પ્ર. ૩, ગી. ૩

અહો ! જોગી તણા જયકાર....
આંતરો સવૈયાનો.

૨૬, પ્ર. ૪, ગી. ૧

લોકલોકની બોલી બોલો.... છન્દ, ખંડ હરિગીત.

૨૭, પ્ર. ૪, ગી. ૨

હો દેહ આ ચાર પદાર્થદાતા : છન્દ ઉપજાતિ.

૨૮, પ્ર. ૪, ગી. ૩

સૂરજમાળથી સૂર્ય સુશોભિત.... સવૈયો.

૨૯, પ્ર ૪, ગી ૪

ઘન ગગન ચ્હડી કરે ઘેાર શોર. રાગ મલ્હાર,

૩૦, પ્ર ૫. ગી ૬

અમે અખંડ યૌવનની મૂર્તિઓ.

૩૧, પ્ર ૫, ગી ૨

પરમ શબ્દ એ સુણો.....
રાસડો; આંતરો વસન્તલિકાનો.

૩૨, પ્ર. ૫, ગી ૩

જોગીડા! વસમી આ વનની વાટ :
અનેક રાગમાં ગાઈ શકાય છે.

૩૩, પ્ર. ૫, ગી. ૪

અહો! દૂર દૂર દૂરના દરવેશ, હૈ। યોગીન્દ્ર !

૩૪, પ્ર. ૬

ઘૂમે ઘૂમે ને ઘેલી વહે
‘આશાભર્યાં તે અમે આવિયાં;’ એ ઢાળ.
કવિશ્રી ન્હાનાલાલનાં

પ્રે મ ભ ક્તિ ગ્ર થ મા ળા નાં

પુસ્તકોનુ સૂચિપત્ર


પ્રથમાવૃત્તિની સાલ કિંમત
કેટલાંક કાવ્યો, ભાગ ૧ લો (૨ જી આવૃત્તિ) ૧૯૦૩ ૧–૫૦
૨. રાજસૂત્રોની કાવ્યત્રિપુટિ (૩ જી આવૃત્તિ) ૧૦૯૩-૦૫-૧૧ ૧–૦૦
૩. વસન્તોત્સવ ( ૫ મી આવૃત્તિ) ૧૯૦૫ ૧–૫૦
૪. કેટલાંક કાવ્યો, ભાગ ૨ જો (૨ જી આવૃત્તિ) ૧૯૦૮ ૧–૫૦
૫. ઈન્દુકુમાર, અંક ૧ લો ( ૬ ઠ્ઠી આવૃત્તિ) ૧૯૦૯ ૨–૦૦
૬. ન્હાના ન્હાના રાસ, ભાગ ૧ લો (૯ મી આવૃત્તિ ) ૧૯૧૦ ૨–૦૦
૭. ભગવદ્‌ગીતા, સમશ્લોકી ( ૩ જી આવૃત્તિ ) ૨–૫૦
૮. જયા–જયન્ત ( નવમી વાર ) ૧૯૧૪ ૩–૦૦
૯. મેધદૂત, સમશ્લોકી ( ૪ થી આવૃત્તિ ) ૧૯૧૭ ૧–૫૦
૧૦. ઉષા ( ૫ મી આવૃત્તિ ) ૧૯૧૮ ૨–૫૦
૧૧. ચિત્રદર્શનો ( ૩ જી આવૃત્તિ ) ૧૯૨૧ ૨–૫૦
૧૨. રાજર્ષિ ભરત ( ૨ જી આવૃત્તિ ) ૧૯૨૨ ૨–૦૦
૧૩. પ્રેમકુંજ (૨ જી આવૃત્તિ) ૧–૨૫
૧૪. પ્રેમભક્તિ–ભજનાવલી (૨ જી આવૃત્તિ ) ૧૯૨૪ ૨–૦૦
૧૫. સાહિત્યમન્થન ૨–૦૦
૧૬. વૈષ્ણવી ષોડશ ગ્રન્થો, સમશ્લેાકી (ર જી આવૃત્તિ) ૧૯૨૫ ૨–૦૦
૧૭. અમર પન્થનો યાત્રાળુ ( ૨ જી આવૃત્તિ ) ૦–૩૭
૧૮. શકુન્તલાનું સંભારણું (૨જી આવૃત્તિ ) ૧૯૨૬ ૧–૫૦
૧૯. કુરુક્ષેત્ર પ્રથમકાંડ, યુગપલટો ૧–૦૦
૨૦. કુરુક્ષેત્ર, દ્વાદશકાંડ, મહાસુદર્શન (૨ જી આવૃત્તિ) ૧૯૨૭ ૧–૦૦
૨૧. ઉદ્‌બોધન (૨ જી આવૃત્તિ) ૨–૫૦
૨૨. અર્ધશતાબ્દીના અનુભવબોલ (૨ જી આવૃત્તિ ) ૧–૫૦
૨૩. સંસારમન્થન ( ૨ જી આવૃત્તિ ) ૨–૫૦
૨૪. વિશ્વગીતા ( ૩ જી આવૃત્તિ ) ૨–૫૦

પ્રથમાવૃત્તિની સાલ કિંમત
૨૫. ઈન્દુકુમાર, અંક ૨ જો ( ૨ જી આવૃત્તિ ) ૧૯૨૭ ૨–૦૦
૨૬. ન્હાના ન્હાના રાસ, ભાગ ૨ જો ( ૩ જી આવૃત્તિ) ૧૯૨૮ ૧–૫૦
૨૭. ગીતમંજરી ( ૨ જી આવૃત્તિ ) ૧–૫૦
૨૮. જહાંગીર -નૂરજહાન ( ૨ જી આવૃત્તિ ) ૪–૦૦
૨૯. કુક્ષેત્ર, ચતુર્થાં કાંડ, યોધપર્વણી (૨ જી આવૃતિ ) } ૧–૫૦
૩૦. કુરુક્ષેત્ર, પંચમ કાંડ, પ્રતિજ્ઞાદ્વન્દ્વ
૩૧. કુરુક્ષેત્ર, એકાદશ કાંડ, શરશય્યા ૧૯૨૯ ૦–૭૫
૩૨. કુરુક્ષેત્ર, દ્વિતીય કાંડ, હસ્તિનાપુરના નિર્ધોષ ૧૯૩૦ ૧–૦૦
૩૩. શાહાનશાહ અકબરશાહ ૪–૦૦
૩૪. પાંખડીઓ ૨–૨૫
૩૫. કુરુક્ષેત્ર, દશમ કાંડ, કાળનો ડંકો ૦–૭૫
૩૬. સંબોધન ૨–૫૦
૩૭. દામ્પત્યસ્તોત્રો ૧૯૩૧ ૨–૦૦
૩૮. શિક્ષાપત્રી, સમશ્લોકી ૧–૦૦
૩૯. બાળકાવ્યો ૦–૬૨
૪૦. ઉપનિષત્‌પંચક ૨–૦૦
૪૧. સંઘમિત્રા ૨–૦૦
૪૩. પ્રસ્તાવમાળા ૧૯૩૨ ૩–૦૦
૪૩. ઈન્દુકુમાર અંક ૩ જો ૨–૫૦
૪૪. કવીશ્વર દલપતરામ ભાગ ૧ લો ૧૯૩૩ ૩–૦૦
૪૫. ઓજ અને અગર ૧–૫૦
૪૬. જગત્‌કાદમ્બરીમાં સરસ્વતીચન્દ્રનું સ્થાન ૨–૦૦
૪૭. આપણાં સાક્ષરરત્નો ભાગ, ૧ લો ૧૯૩૪ ૨–૦૦
૪૮. કવીશ્વર દલપતરામ, ભાગ ૨ જો, પૂર્વાર્ધ ૪–૨૫
૪૯. આપણાં સાક્ષરરત્ના, ભાગ ૨ જો ૧૯૨૫ ૨–૨૫
૫૦. ગોપિકા ( ૨ જી આવૃત્તિ) ૨–૦૦

પ્રથમાવૃત્તિની સાલ કિંમત
૫૧ કેટલાંક કાવ્યો, ભાગ ૩ જો ૧૯૩૫ ૧–૨૫
પર. ગુરુદક્ષિણા ૨–૦૦
૫૩. પુણ્યકન્થા ૧૯૩૭ ૨–૨૫
૫૪. સ્નાતિકપર્વની શિક્ષાવલ્લી ૦–૨૫
૫૫. ન્હાના ન્હાના રાસ, ભાગ ૩ જો ૧–૫૦
૫૬. મણિમહોત્સવના સાહિત્યબોલ, ભાગ ૧ લો ૨–૨૫
૫૭. મણિમહોત્સવના સાહિત્યબોલ, ભાગ ૨ જો ૧–૫૦
૫૮. સારથી ૧૯૩૮ ૫–૫૦
૫૯. લેાલીંગરાજ ૧૯૩૯ ૦–૨૫
૬૦. મુંબઈમાંનો મહોત્સવ ૧–૫૦
૬૧. કુરુક્ષેત્ર, અષ્ટમ કાંડ, માયાવી સન્ધ્યા ૧–૦૦
૬૨. મહેરામણનાં મોતી ૦–૮૧
૬૩. કુરુક્ષેત્ર, તૃતીય કાંડ, નિર્ધાર ૧૯૪૦ ૧–૦૦
૬૪. કુરુક્ષેત્ર, સપ્તમ કાંડ, ચક્રવ્યૂહ ૦–૭૫
૬૫. કવીશ્વર દલપતરામ, ભાગ ૨ જો, ઉત્તરાર્ધ ૫–૦૫
૬૭. સોહાગણ ૦–૬૨
૬૮. કુરુક્ષેત્ર, છઠ્ઠો કાંડ, આયુષ્યનાં દાન ૧–૦૦
૬૯. કુરુક્ષેત્ર, નવમો કાંડ, સહેાદરનાં બાણ ૧–૦૦
૭૦. કુરુક્ષેત્ર, સમન્તપંચક અને મહાપ્રસ્થાન ૦–૭૫
૭૧. કુરુક્ષેત્ર, અર્પણ અને પ્રસ્તાવના ૧–૫૦
૭૨. કવીશ્વર દલપતરામ, ભાગ ૩ જો ૧૯૪૧ ૫–૦૦
૭૩. પાનેતર ૦–૬૨
૭૪. હરિદર્શન ૧૯૪૨ ૦–૭૫
૭૫. વેણુવિહાર ૧–૦૦
૭૬. પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિન્દુ ૧૯૪૩ ૧–૦૦

પ્રથમાવૃત્તિની સાલ કિંમત
૭૭ જગત્પ્રેરણા ૧૯૪૩ ૨–૫૦
૭૮. દ્વારિકાપ્રલય ૧૯૪૪ ૨–૫૦
૭૯. શ્રી હર્ષદેવ ૧૯૫૨ ૨–૫૦
૮૦. અજીત અને અજીતા ૨–0૦
૮૧. અમરવેલ ૧૯૫૪ ૨–0૦
૮૨. હરિસંહિતા ભા, ૧-૨-૩ ૨૫–૦૦
પ્રેમભક્તિ શિક્ષણમાળા:—
૧. વ્યવહારુ ગુજરાતી વ્યાકરણ 0–૨૦
૨. વ્યવહારુ અંગ્રેજી વ્યાકરણ ૦–૨૫
૩. ગુજરાતની ભૂગાળ, ભાગ ૧ લો ૦–૬૨
૪. ગુજરાતની ભૂગોળ, ભાગ ૨ જો ૦–૨૫


મળવાનાં ઠેકાણાં :-
(૧) ડૉ. મનોહર ન્હાનાલાલ કવિ,
એલિસપૂલ, કવિ ન્હાનાલાલ રસ્તો, અમદાવાદ-૬
(૨) ગૂ ર્જ ર ગ્રં થ ર ત્ન કા ર્યા લ ય
ગાંધીરોડ, અમદાવાદ
Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૩ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1963 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.