લખાણ પર જાઓ

જયા-જયન્ત /આમુખ કાવ્ય

વિકિસ્રોતમાંથી
જયા-જયન્ત
આમુખ કાવ્ય
ન્હાનાલાલ કવિ
પ્રસ્તાવના →
ભીષ્મ વૈરાગ્ય ધારીને
તજી છે દેહવાસના,
આલંબી આત્મલક્ષ્મીને
સજી છે સ્નેહભાવના,

મનોભાવે નથી જેણે
દુરિચ્છા પાપની કરી,
શીલને સાચવ્યું જેણે
સદાયે સ્નેહને વરી,

ઉપાસે બ્રહ્મશ્રદ્ધાથી,
આત્માલગ્ન ઊંડે હૃદે,
મહા અદ્‌ભુત કો એવા
સ્નેહના યોગીને પદે

વસો આ અધૂરાં ગીત
સ્નેહનાં—યોગીને પદે
પુરાણાં—નવલાં થોયે
પાળેલાં પુણ્ય વર્ય નાં,