ઢાંચો:સહકાર્ય

વિકિસ્રોતમાંથી

અમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ.

હાલની સહકારી કાર્ય યોજના[ફેરફાર કરો]

હાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટની રચના નેતાજીના સાથીદારો પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા સહકાર્ય સૂચિ પાનાં પર જણાવો. આ કાર્યયોજનાના સંચાલકશ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે.