દિવાસ્વપ્ન/પ્રકરણ-૨.૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ-૧.૧૦ દિવાસ્વપ્ન
પ્રકરણ-૨.૧
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૨.૨ →
દ્વિતીય ખંડ


પ્રયોગની પ્રગતિ
 : ૧ :

ત્રીજો માસ બેઠો. મને થયું કે હવે તે રોજના કામની નોંધ લેતો જાઉં, જેથી મને પોતાને જ ખબર પડે કે અઠવાડિયે કેટલું કામ થાય છે. એની સાથે જ મેં એક માસના કામનો આલેખ કર્યો એટલે મને લાગ્યું કે નોંધપોથીની ઉપયોગિતા છે. આ નોંધપોથી લૉગબૂક જેવી નહિ પરંતુ માત્ર દિશાસૂચક યાદીરૂપ હતી.

વાર્તા તો રોજ ચાલતી હતી, અને રમતો પણ રમાતી હતી. વચ્ચે વચ્ચે વાર્તાલાપ, આદર્શ વાચન અને શરીરતપાસ પણ ચાલતાં હતાં. વાચનાલય પણ ધીમે ૫ગલે વધતું જતું હતું.