દેશી રાજ્યોનો પ્રશ્ન/પ્રજા અને રાજા
Appearance
← કાઠિયાવાડનાં સ્મરણો | દેશી રાજ્યોનો પ્રશ્ન પ્રજા અને રાજા મોહનદાસ કરમચંદ ગાંધી |
દેશી રાજ્યો → |
૨૧
પ્રજા અને રાજા
પ્રજા અને રાજા
પ્રજા અને રાજાએ એકબીજામાં ઓતપ્રોત થઈ જવું જોઈએ. જેવી રીતે ‘યથા રાજા તથા પ્રજા’ એ સત્ય છે, તેવી જ રીતે ‘યથા પ્રજા તથા રાજા’ એ પણ સત્ય છે. તમે પોતે કશું ન કરો તા રાજાની ગમે તેટલી ઇચ્છા છતાં રાજા કશું ન કરી શકે. તમે દંભ, ખુશામત, પાખંડ તમારી જિંદગીમાં દાખલ કરો તો તેનો પડઘો રાજાના જીવનમાં પણ પડવાનો. આ વિષે મારે ઇશારો કરવો પડે છે, કારણ ‘મીઠા તો મધથીયે અદકા’ વચન હજી સાચું છે.
- નવજીવન, ૧–૩–૧૯૨૫