નિહારિકા/એ તે પ્રિય વસન્ત !
Appearance
< નિહારિકા
← પધારો પિયુ ! | નિહારિકા એ તે પ્રિય વસન્ત ! રમણલાલ દેસાઈ |
શું દઈએ ? → |
એ તે પ્રિય વસન્ત !
૦ સોરઠ ૦
ફૂલની સાંકળે જગ ગૂંથતી શું
એ તે પ્રિય વસન્ત? ―ફૂલની.
હસતી રમતી વનમાં જનમાં
ચાલ લટકન્તી રંજનમાં,
કોકિલ કંઠે, અલિગુંજનમાં
ગાન કરી વિલસત ―કૂલની.
મોહમધુ સચરાચર પાતી;
ભરયૌવન મ્હાલે મદમાતી;
વસન્ત પુષ્પપરાગે ન્હાતી:
કે મુજ પ્રિય હસન્ત?―ફૂલની.