નિહારિકા/પધારો પિયુ !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ખંડિતા નિહારિકા
પધારો પિયુ !
રમણલાલ દેસાઈ
એ તે પ્રિય વસન્ત ! →


પધારો પિયુ !


જરા મંદિરિયેતો પધારો, પિયુ !
જરા પ્રેમીના પ્રેમને સ્વીકારો, પિયુ !

વ્હાલા, જોતી હું વાટ,
ઉર ભરિયો ઉચાટ;
મારા સૂના સ્નેહઘાટ
શું વિસારો પિયુ? ― જરા.

ભરી મોગરાની માળ,
રાજનાં ય ઉર વિશાળ,
મારાં ઊભરાતાં વ્હાલ,
હા ૨ ધા રો પિ યુ ― જરા.