લખાણ પર જાઓ

નિહારિકા/જંગ જામ્યો

વિકિસ્રોતમાંથી
← નિહારિકા નિહારિકા
નિહારિકા
રમણલાલ દેસાઈ
શૂર સિપાહી →


જંગ જામ્યો


હે...
જગ જામ્યો ! જાગજો !
શુભ શાન્તિના સંગ્રામ ! ધરી
કેસર તણા પરિધાન,
હે વીર જાગજો !

હે...
જંગ જામ્યા જાગજો!
નથી શસ્ત્ર કે નથી અસ્ત્રને ઝળકાવવાં;
મૃત્યુભયે નથી દુશ્મનો ચમકાવવા;
દુશ્મન વિહોણા યુદ્ધમાં
અર્પી તમારા પ્રાણ
હે વીર જાગજો !

હે...
જંગ જામ્યો! જાગજો !
બહુ વેર ને બહુ ઝેર વિશ્વે વ્યાપિયાં,
અસી ખેલીને અગણિત શીર્ષો કાપિયાં
બાજી ઝૂંટાઝૂંટની રમ્યા
અનહદ ધરી અભિમાન.
હે વીર જાગજો !

હે...
જંગ જામ્યો જાગજો !
સૂકી ગયાં નદ પ્રેમનાં, વહેતાં કરો.
સૂકાં રણો મહેરામણે લીલાં કરો.
કુરબાનીમાં ધરી શીર્ષ,
ગજવો ગુર્જરીનું નામ.
હે વીર જાગજો

હે...
જંગ જામ્યો ! જાગજો !