નિહારિકા/જનનયને જલ
Appearance
< નિહારિકા
← બુદ્ધનો ગૃહત્યાગ | નિહારિકા જનનયને જલ રમણલાલ દેસાઈ |
જીવન વહેણ → |
જન નયને જલ
૦ રાગ - છાયાનટ o
શાને જન નયને જલ ઊભરાય ?
કોમલ કંજ બિડાય હાય !
શાને જન નયને જલ ના સમાય ?
ધુમ્મસ વરસે, જગ સહુ ભીંજે,
નયનો અટકે શ્યામલ પડદે:
રવિકિરણ શું છુપાય ! હાય !
શાને જન નયને જલ ઊભરાય?
સાખી]
જગને ક્યમ જડતો નથી ઈલ્મી કે ન હકીમ !
અંધકાર ઓસારીને રેલે તેજ અસીમ !
શાને જન નયને જલ ના સમાય ?
મહેલાતો જગમાંહે મનભર;
તો ય ગરીબ અછત્ર નિરંતર
રુદન ઘોર ગવાય ! હાય !
શાને જન નયને જલ ઊભરાય ?
સાખી]
નર નારી બાલક યુવા સહુનાં નયન ભરાય !
ઉલેચવા અશ્રુ તણો ઉદધિ કોણ ઉપાય?
શાને જન નયન જલ ના સમાય !