નિહારિકા/નીંદમાં ઝૂલો
Appearance
< નિહારિકા
← ભોળી કુમુદિનીને | નિહારિકા નીંદમાં ઝૂલો રમણલાલ દેસાઈ |
પનઘટ → |
નીંદમાં ઝૂલો
૦ ગરબી ૦
ધીમાં ધીમાં મીંચોને મૃદુ નયનો, હો પ્રાણ !
ધીમે નીંદમાં ઝૂલો, નીંદમાં ઝૂલો !
કૂણાં પુષ્પથી ગૂંચ્યાં તમારાં શયનો, હો પ્રાણ !
હાવાં પુષ્પશાં ખીલો, પુષ્પશાં ખીલો !
સકલ સૃષ્ટિમાં સૂર સ્નેહજયનો, હો પ્રાણ !
ધીમે નીંદમાં ઝૂલો, નીંદમાં ઝૂલો !
સાખી ]
સ્નેહ પ્રેર્યાં સ્વપ્નને પુષ્પે પ્રેરી નીંદ;
ચંદ્રકિરણ વરસી રહ્યાં, બિડાયાં અરવિંદ.
સુણો સ્વપ્ન વ્હાલમ કેરી વાતડી, હો પ્રાણ !
ધીમે નીંદમાં ઝૂલો, નીંદમાં ઝૂલો !
કાળી આંખો બનાવી શેં રાતડી ? હો પ્રાણ !
ધીમે નીંદમાં ઝૂલો, નીંદમાં ઝૂલો !
તારી પ્રીતમ જુએ છે હવે વાટડી, હો પ્રાણ !
ધીમે નીંદમાં ઝૂલો, નીંદમાં ઝૂલો !