નિહારિકા/બાલ ઈચ્છા
Appearance
< નિહારિકા
← પતન | નિહારિકા બાલ ઈચ્છા રમણલાલ દેસાઈ |
જીવનનાં તેજ → |
બાલ ઇરછા
૦ નૃત્યગીત ૦
લય-મામ પાહી ગોપાલ બાલા કીષ્ણા
ઝીણા ઝીણા તારલિયા ટમકે ઝીણા,
ચન્દ્રીની વાગે વીણા
રમવા આકાશે ક્યાંથી જવું?―ઝીણા ઝીણા.
વાદળી પચરંગી ઊડે ભરી ભરી આભ !
એની પાંખે, હાં હાં રે એની પાંખે,
એ કોણ બેઠું ઝાંખે ?
રમવા વાદળીએ ક્યાંથી જવું ?―ઝીણા ઝીણા.
સાગરને સામે તીર નાચે પરી !
રમવા સાથે, ભરવા ફૂલ એને માથે,
પગલી ભરવા સંગાથે
તરતા તરતા કો ઝાઝે જવું―ઝીણા ઝીણા.