નિહારિકા/રસજ્યોત
Appearance
< નિહારિકા
← ખાલી ઝોળી | નિહારિકા તોફાન રમણલાલ દેસાઈ |
પ્રેમ કે કામ ? → |
રસજ્યોત
૦ સવૈયા ૦
પ્રેમની હેમ સમી રસજ્યોત
જ્વલંત ઝગી દીપી જે ઉરમાં,
નૂતનત્વ ધરે વપુ, ભાલ તપે,
રણકાર મધુર રમે સૂરમાં.
નયને થકી નેહ નિહાળી જતો,
ખીલતું ફૂલતું ઉર એ નૂરમાં
નવ ઢાંક્યું રહે, ન છુપાય છુપ્યે !
થતી ઓળખ પ્રેમની આતુરમાં.