લખાણ પર જાઓ

નિહારિકા/રામનામ

વિકિસ્રોતમાંથી
← મનને નિહારિકા
રામનામ
રમણલાલ દેસાઈ
ઘટઘટમાં રમે →




રામનામ


હાં રે મને રામનામની લ્હે લાગી.
હાં રે મેં તો જીવનજંજાળ બધી ત્યાગી.
હાં રે મને રામનામની ધૂન લાગી.

છોડ્યાં ઘરબાર મેં તો, મૂક્યાં માબાપ, રૂડી
રામા નિહાળી ગયો ભાગી.
લખમી લટુકડાં કરતી તરછોડી, હું તો
રામનો બનિયો વિરાગી !
હાં રે મને રામનામની ધૂન લાગી.

રાજાનાં રાજપાટ, શાહોની બાદશાહી,
એની ન ભૂખ મને લાગી.
રામબાણ વીંધે મારું હૈયું ! હું હરખે
રામચરણ રહ્યો માગી.
હાં રે મને રામનામની ધૂન લાગી.