નિહારિકા/શું ભાભો તાકી ?
Appearance
< નિહારિકા
← રસડોલન | નિહારિકા શું ભાભો તાકી ? રમણલાલ દેસાઈ |
જિગર ખાલી → |
શું ભાળો તાકી ?
લીલી લીલી જારોમાં લીલે લીલે લૂગડે
રાણી ઊભાં શું ભાળો તાકી ?
રૂઠ્યા રાણો તે જાય હાલ્યા વનવગડે
શોધી શોધીને હું તો થાકી.
રાણીજી જોડું હું પિંજરાળું ગાડલું,
લાવું ડમણી હું ઘૂઘરાળી;
માંડું સરાજમ કાંકરેજી ઘોડલે;
આપું હું માણકી પંખાળી !
મોરલાએ ટહુકીને મારગ ચીંધ્યો,
એની કળા ન રહી ઢાંકી;
તરણે સંતાયે રાણો છૂપ્યા છૂપે નહીં !
રૂસણું રાણી ન રહે સાંખી.