નિહારિકા/હિંદુસ્તાન !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મારો રાજવી નિહારિકા
હિંદુસ્તાન !
રમણલાલ દેસાઈ
ધૂમકેતુ →


હિંદુસ્તાન


૦ધૂન૦

હિંદુસ્તાન ! હિંદુસ્તાન !
હિમમુકુટધર હિંદુસ્તાન !
હિંદુસ્તાન ! હિંદુસ્તાન !
જલધિજલભર હિંદુસ્તાન !

તપધનઓપિત હિંદુસ્તાન !
મુનિમનબોધિત હિંદુસ્તાન !
પાપપ્રકોપિત હિંદુસ્તાન !
સંયમશોભિત હિંદુસ્તાન !

હિંદુસ્તાન ! હિંદુસ્તાન !
જનગણદુઃખહર હિંદુસ્તાન !
હિંદુસ્તાન ! હિંદુસ્તાન !
સંસ્કૃતિનિર્ઝર હિંદુસ્તાન !

પુણ્યપ્રલોભન હિંદુસ્તાન !
અરિગણરોધન હિંદુસ્તાન !
મનુકુલશોભન હિંદુસ્તાન !
આત્મવિમોચન હિંદુસ્તાન !

હિંદુસ્તાન ! હિંદુસ્તાન !
જગતદિવાકર હિંદુસ્તાન !
હિંદુસ્તાન ! હિંદુસ્તાન !
સંભર અભયભર હિંદુસ્તાન !