ન્હાના ન્હાના રાસ/અબોલડા
Appearance
← હૈયાનું હોડલું | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ અબોલડા ન્હાનાલાલ કવિ |
માયા ઉતારી → |
૩૬
અબોલડા
બાર બાર વર્ષના અબોલડા રે;
વ્હાલાંના બોલો બોલાયઃ
આજ વ્હાલાંના બોલો બોલાયઃ
ભાગ્યા અબોલડા રે.
બાર બાર વર્ષના અબોલડા રે;
વ્હાલાનાં ઝુલે ઝુલાયઃ
આજ વ્હાલાનાં ઝુલે ઝુલાયઃ
ભાગ્યા અબોલડા રે.
બાર બાર વર્ષના અબોલડા રે;
રસ કેરાં કુંકુમ ઘોળાયઃ
આજ રસ કેરાં કુંકુમ ઘોળાયઃ
ભાગ્યા અબોલડા રે.
બાર બાર વર્ષના અબોલડા રે;
આંખોમાં આંખો ઢોળાયઃ
આજ આંખોમાં આંખો ઢોળાયઃ
ભાગ્યા અબોલડા રે.
બાર બાર વર્ષના અબોલડા રે;
સ્નેહનાં ગીતો ગવાય
આજ સ્નેહનાં ગીતો ગવાય:
ભાગ્યા અબોલડા રે.
બાર બાર વર્ષના અબોલડા રે;
સ્નેહથી સ્નેહી પોષાયઃ
આજ સ્નેહથી સ્નેહી પોષાયઃ
ભાગ્યા અબોલડા રે.
બાર બાર વર્ષના અબોલડા રે;
લજ્જાના પડદા ચીરાયઃ
આજ લજ્જાના પડદા ચીરાયઃ
ભાગ્યા અબોલડા રે.
બાર બાર વર્ષના અબોલડા રે;
હૈયામાં હૈયાં સમાયઃ
આજ હૈયામાં હૈયાં સમાયઃ
ભાગ્યા અબોલડા રે.