ન્હાના ન્હાના રાસ/આયુષનાં પર્વ

વિકિસ્રોતમાંથી
← આભને આરે ચાંદલો ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
આયુષનાં પર્વ
ન્હાનાલાલ કવિ
અષાઢી વાદળી →



આયુષનાં પર્વ

આજ આયુષ્‌નાં પર્વ,
આજ આયુષ્‌નાં પર્વ,
હૈયાં વરસે છે હૃદયદેવનાં.

આજ આત્માનાં પર્વ,
આજ આત્માનાં પર્વ,
આત્મા વરસે છે આત્મદેવના.

વરસે જલધાર, ને તરુવર વરસે ફૂલ;
રવિ વરસે કિરણાવલિ:
અમે વરસીએ આત્મ અમૂલ:

હો સુહાગિયાં ! આજે ઉત્સવ આત્મસંઘનો.
આજ આત્માનાં પર્વ,
આજ આત્માનાં પર્વ,
આત્મા વરસે છે આત્મદેવના.