ન્હાના ન્હાના રાસ/વસન્તમાં, સખિ!

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← સૂનાં સૂનાં સ્નેહધામ ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
વસન્તમાં, સખિ!
ન્હાનાલાલ કવિ
સંભારણાં →


ફૂલડે નમેલી ફોરે છ વેલી,
માઝમ રાત અલબેલી,
રસની હેલી રે હેલી વસન્તની, સખિ !

સુણું છું આછેરાં કે કદિ ઘેરાં,
પ્રભુનાં તેજ શાં અનેરાં,
રસિકો કેરાં રે ગીતો વસન્તનાં, સખિ !

કોકિલ કુંજે, ગહન નિકુંજે,
ડોલન્ત મ્હોરના પુંજે,
વનમાં ગુંજે રે પંખી વસન્તનાં, સખિ !

જપી નામમાલા, સ્મરી સ્મરી વ્હાલા,
ભરી સુર સ્નેહના રસાલા,
વાય કો બાલા રે વેણુ વસન્તની, સખી !

લોક ઉલ્લાસે, વિશ્વ વિલાસે,
સોહન્ત ચન્દ્રિકા ઉજાસે,
આત્મા ન હાસે રે કહે કાં વસન્તમાં ? સખિ !
-૦-