લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/હીંચકો

વિકિસ્રોતમાંથી
← હરિની રમણા ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
હીંચકો
ન્હાનાલાલ કવિ
હું તો સંન્યાસિની →



હીંચકો

હીંચકો કોણ દેશે? રાજ!
મ્હને કો ઝૂલાવશે? મહારાજ!

લળી લળી આંબલિયાની ડાળ,
કે ત્ય્હાં મુજ ઝૂલો ઝૂલે, સિરતાજ!
હીંચકો કોણ દેશે? રાજ!
મ્હને કો ઝૂલાવશે? મહારાજ!

રડે-રડે કોકિલ ઉપર રુદન,
નીચે મંજરી ઢળી, સિરતાજ!
હીંચકો કોણ દેશે? રાજ!
મ્હને કો ઝૂલાવશે? મહારાજ!

જૂવો-જૂવો અલબેલી આ વસન્ત,
હું ય અલબેલડી, સિરતાજ!
હીંચકો કોણ દેશે? રાજ!
મ્હને કો ઝૂલાવશે? મહારાજ!