ન્હાના ન્હાના રાસ/હૈયાની કુંજમાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હું તો સંન્યાસિની ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
હૈયાની કુંજમાં
ન્હાનાલાલ કવિહૈયાની કુંજમાં

  
આજે બોલે છે મ્હારા હૈયાની કુંજમાં
મધુરી શી મોહનની વાસલડી રે;
સરોવર હલકી હેલે ચડ્યાં, અને
ગેબી સુણી મ્હેં એક વાતલડી રે. ધ્રુવ.
એનો ઘેરો ટહૌકાર ઉડે વ્યોમમાં;
એનો પડઘો પડે દેવભોમમાં;

યુગ યુગની વસન્ત
ઉર ઉરમાં સોહન્ત,
વહે ગીતડાં અનન્ત
રોમરોમમાં.

વાંસલડી હો! ઊંડી હૈયાની કુંજમાં
અમૃતના ડંખ ત્‍હારા ડંખે જી રે;
એ કુંજે કોઈ સ્નેહની સોહાગણ
પ્રીતમના પ્રેમમન્ત્ર ઝંખે જી રે;
આજે બોલે છે મ્હારા હૈયાની કુંજમાં.