ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/કસુંબલા
Appearance
← એ હરિ ! આશીર્વાદ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ કસુંબલા ન્હાનાલાલ કવિ |
કળાયેલ મોરલો → |
સોનાવાટકડી ને રતનજડેલી;
રણ કેરા રંગ ત્ય્હાં ઘોળાય:
કસુંબલા કીધા, નાહોલિયા !
ડોલરની કંઠમાળ, ડોલરના બાજુબન્ધ;
ડોલરિયો રણવાટે જાયઃ
કસુંબલા કીધા, નાહોલિયા !
કંકોળ્યા ઢાલકવચ, કંકોળ્યાં છોગલાં;
કંકોળ્યા પાણીએ પાય:
કસુંબલા કીધા, નાહોલિયા !
વાગે છે દુંદુભી, ને ગાજે છે સિન્ધુડો;
વીરોનાં વારણાં લેવાય,
કસુંબલા કીધા, નાહોલિયા !
ફરકે છે અંગઅંગ, ઉછળે ઉરના ઉમંગ,
આંખડીમા એાજસ ન માય
કસુબંલા કીધા, નાહોલિયા !
કેસરનો ભાલચન્દ્ર, કેસરના વાઘા;
કેસરી લે વનની વિદાય.
કસુંબલા કીધા, નાહોલિયા !
♣