ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ઢેલબાનો કન્થ
Appearance
← ઢેલબા | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ઢેલબાનો કન્થ ન્હાનાલાલ કવિ |
ઢોળાતી શરદ → |
મીઠો મોરલો રે ! મ્હારી ઢેલબાનો કન્થ
ઈન્દ્રવેલ અંગે ઓઢી, પીંછડામાં ચન્દ્ર,
કંઠ ઢળ્યા આભ, એને કલગીનો આનન્દ,
પાય નાચે નૃત્ય, એવા છબીલાના છન્દ
મીઠો મોરલો રે ! મ્હારી ઢેલબાનો કન્થ
♣