લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/માનવકુળ જાગે છે

વિકિસ્રોતમાંથી
← મહેમાન મનગમતા ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
માનવકુળ જાગે છે
ન્હાનાલાલ કવિ
મોરલી બોલે છે →


૯, માનવકુળ જાગે છે





અહો ! માનવકુળ જાગે છે,
દેવની નોબત વાગે છે.

નાર જાગ્યાં, બ્રહ્મચાર જાગ્યા,
જાગ્યા સબ સંસારા;
જાગ્યાં ગુફાવાસી જોગી ને જોગણો;
જાગ્યા જગાવણહારા;
અહો ! માનવકુળ જાગે છે,
દેવની નોબત વાગે છે.

તેજતેજની વરસે અગમ્યેથી
બ્રહ્માંડે બ્રહ્મવિભૂતિ;
જાગીને જોઉં ત્ય્હાં તો જગતને મન્દિરે
ઉગ્યો યોગ અવધુતી,
અહો ! માનવકુળ જાગે છે,
દેવની નોબત વાગે છે.


કયારી કયારીમાં સોનલરૂપલા
પ્રગટયા બ્રહ્મઝવારા;
યુગયુગની વીણા બોલે, સાધુ હો !
“ઓહંકારા' 'ઓહકારા';
અહો ! માનવકુળ જાગે છે,
દેવની નોબત વાગે છે.

દેવની નોબત વાગે છે,
અહોહો ! માનવકુળ જાગે છે.