લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/લોકલોકના ચોક

વિકિસ્રોતમાંથી
← લજામણીનો છોડ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
લોકલોકના ચોક
ન્હાનાલાલ કવિ
વસન્તના વાયરા →


૫૮, લેાકલોકના ચોક




નિરખજો લોકલોકના ચોક,
હરિની ત્ય્હાં પગલીઓ પુણ્યશ્લોકઃ
નિરખજો લોકલોકના ચેાક.

તેજના કિરણો, ફૂલની પાંખડી, રત્નોના રત્નઅંબાર;
સાધુસન્તની પુણ્યકન્યાઓ: એ
હરિના સહુ સંચારઃ
નિરખજો લોકલોકના ચેાક.

અન્ન થકી પણ મધુરાં પાણી, પાણીથી વાયુ ને તેજ;
તેજથી મધુરાં હેત હરિના, જેના
મેહુલા વરસે બધે જ:
નિરખજો લોકલોકના ચેાક.

ચન્દ્રલોક, ને સૂર્યલોક, ને સત્યલોકના ઘાટ;
ચૌદ લોકનાં માડ્યાં પગથિયાં હરિએ,
ત્ય્હાં પરાત્પરની વાટ:
નિરખજો લોકલોકના ચોક.

હરિની ત્ય્હાં પગલીઓ પુણ્યશ્લોકઃ
નિરખજો લોકલોકના ચેાક.