લખાણ પર જાઓ

પાયાની કેળવણી/૧૫. કેટલીક ટીકાઓ

વિકિસ્રોતમાંથી
← ૧૪. કેટલાક કીમતી અભિપ્રાય પાયાની કેળવણી
૧૫. કેટલીક ટીકાઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૬. વર્ધા શિક્ષણ પરિષદ →


૧૫
કેટલીક ટીકાઓ

['કેટલીક ટીકાઓનો જવાબ' એ લેખ]

સરકારી કેળવણી ખાતામાં ઉંચ્ચો હોદ્દો ધરાવનાર એક અમલદાર જે પોતાનું નામ પ્રગટ થવા દેવા ઇચ્છતા નથી, તેમણે પ્રાથમિક કેળવણીની મારી યોજના પર વિસ્તૃત અને વિચાર પૂર્વક કરેલી ટીકાઓ અમારા બંનેના મિત્ર એવી એક વ્યક્તિ મારફતે, મોકલી છે. જગાના અભાવે એ આખી દલીલ હું અહીં નહીં આપું. તેમ જ એમાં કંઈ નવું છે પણ નહીં. અમે છતાં, લેખકે એમના લેખ પાછળ જે પરિશ્રમ લીધો છે એટલાને ખાતર પણ, એને જવાબ આપવો ઘટે છે.

મારી સૂચનાઓનો ભાવાર્થ લેખકે આ પ્રમાણે આપ્યો છે:
"૧ પ્રાથમિક કેળવણીનો આરંભ અને અંત હુન્નર ઉદ્યોગથી થવો જોઈએ, અને સામાન્ય માહિતીનું શિક્ષણ આપવું પડે તે આરંભકાળમાં ગૌણ રૂપે અપાય; અને વાચન લેખન દ્વારા અપાય. ઇતિહાસ, ભૂગોળ અને ગણિતનું રીતસરનું સિક્ષણ છેક જ છેડે આવે
૨. પ્રાથમિક કેળવણી શરૂઆતથી જ સ્વાવલંબી હોવી જોઈએ અને રાજ્ય નિશાળો પાસેથી તૈયાર માલ વેચાતો લે ને તે લોકોને વેચે, તો નિહાળો સ્વાવલંબી બની શકે.
૩. પ્રાથમિક કેળવણીમાં છે મૅટ્રિક સુધીનું ભણતર આવી જાય - બેશક એમાંથી અંગ્રેજી તો બાદ જ થાય.
૪. યુવકો અને યુવતીઓ પાસેથી પ્રાથમિક શાળાઓથી ભણાવવાનું કામ ફરજિયત કરાવવાનો જે વિચાર અધ્યાપક ખુશાલ શાહે કાધ્યો છે તેની પૂરી તપાસ કરવી જોઈએ ને બને તો તેનો અમલ કરવો જોઈએ."
તે પછી તે લેખક તરત જ કએવા લાગે છે :
"આપણે ઉપરના કાર્યક્રમનું પૃથક્કરણ કરી જોઈએ તો આપણને જણાશે કે, એના મૂળમાં રહેલ કેટલાક વિચારો મધ્યયુગના છે, અને કેટલાકની પાછળ હે માન્યતાઓ રહેલી છે તે ઝીણવટથી તપાસતા
ટળી શકે એવી નથી. નં. ૩ માં ભણતરનું જે ધોરણ બતાવ્યું છે તે કદાચ બહુ ઊંચું ગણાય."

લેખકે મારા લખાણનો ભાવાર્થ આપવાને બદલે મારા શબ્દો જ ટાંક્યા હોત તો સારું થાત. કેમ કે એમણે આપેલા ભાવાર્થની પહેલી કલમમાં કરેલાં કથનોમામ્થી એકમાં સત્ય નથી. મેં એમ નથી કહ્યું કે, શિક્ષણની સહ્રૂઆત ઉદ્યોગથી થવી જોઈએ. અને બાકીની વસ્તુઓ ગૌણ રૂપે આવે. ઊલટું મેં તો એમ કહ્યું છે કે, આખી સામાન્ય કેળવણી ઉદ્યોગદ્વારા અપાય અને ઉદ્યોગની જોડાજોડ આગળ વધે. આ વસ્તુ લેખકે મારા મોઢામાં શબ્દો કરતાં છે જ જુદી છે. મધ્યયુગમાં શું બનતું એ હું જાણતો નથી. પણ હું એટલું અવશ્ય જાણું છું કે, મધ્યયુગમાં કે બીજા કોઈપણ યુગમાં ઉદ્યોગ વાટૅ અમ્નુસ્યનઓ સર્વાંગી વિકાસ સાધવાનું ધ્યેય કદી રખાયું નહોતું . આ વિચાર નવો અને મૌલિક છે. એ ખોટો પુરવાર થાય એથી એની મૌલિકતામાં બાધ આવતો નથી. અને કોઈ મૌલિક વિચારને મોટા પાયા પર અજમાવી જોયો ન હોય ત્યાં લગી તેના અપ્ર સીધો ઘા કરવો ઉચિત નથી. એને અજમાવી જોયા વિના જ એ અશક્ય છે એમ કહી દેવું, એ કંઈ દલીલ નથી.

વળી મેં એમ પણ નથી કહ્યું કે, વાચનલેખન દ્વારા અપાનારું ભણતર છેક જ છેડે આવવું જોઈએ. ઊલટું ભણતર તો છેક શરૂઆતમાં જ આવે છે. એ તો બાળકના સર્વાંગી ઘડતરનું એક અવિભાજ્ય અંગ છે. મેં બેશક એમ કહ્યું છે, ને અહીં ફરી કહું છું કે, વાચન જરાક મોડું આવે અને લેખન છેલ્લું આવે. પણ એ આખી ક્રિયા પહેલા વરસમાં પૂરી થવી જ જોઈએ; એટલે કે, મેં કલ્પેલી પ્રાથમિક શાળામાં બાળકને પહેલાં વરસમાં આજની પ્રાથમિક શાળાના પહેલા વરસમાં મળે છે એના કરતાં ઘણી વધારે સામાન્ય માહિતી મળશે. એ બાળક શુદ્ધ ઉચ્ચાર સાથે વાંચી શકશે, અને આજે બાળકો ભમરડાં જેવા અક્ષર કાધે છે તેને બદલે શુદ્ધ અક્ષરો લખી શકશે. વળી એ બાળક સાદા સરવાળા; બાદબાકી ને સાદા આંક પણ જાણશે. અને આ બધું તે જે કંઈક હાથૌદ્યોગ - દા. ત. કાંતણ - સ્વેચ્છાએ શીખશે, તેની મારફતે અને તેની સાથે સાથે ભણશે.

બીજી કલમમાં આપેલો ભાવાર્થ પણ પહેલી કલમના જેટલો જ અધૂરો છે. કેમ કે મેં તો એમ કહ્યું છે કે, ઉદ્યોગ દ્વારા અપાતી કેળવણી, મેં એને માટે રાખેલાં કુલ સાત વરસ દરમ્યાન સ્વાવલંબી બનવી જોઈએ. મેં સ્પષ્ટપણે કહ્યું છે કે, પહેલાં બે વરસમાં એમાં અમુક અંશે ખોટ પણ આવે.

મધ્યયુગ કદાચ ખરાબ હોય, પણ અમુક વસ્તુ મધ્યયુગની છે માટે જ હું એને વખોડી કાઢવાને તૈયાર નથી. રેંટિયો અવશ્ય મધ્યયુગનો છે, પણ એ કાયમ ટકવાનો છે એમ મને ભાસે છે. તેંટિયો તો જે અગાઉ હતો તેનો તે જ છે; પણ એક કાળે, ઇસ્ટ ઇંડિયા કંપનીના આગમન પછી, તે જેમ ગુલામીની મૂર્તિ બન્યો છે. આપણા પૂર્વજોએ સ્વપ્ને પણ કલ્પ્યો હશે એના કરતાં વધારે ઊંડો અને સાચો અર્થ આધુનિક ભારતવર્ષને એમાં જડ્યો છે. એજ પ્રમાણે હાથૌદ્યોગ એ એક કાળે કારખાનાની મજૂરીના પ્રતીક રૂપે ભલે હોય, પણ હવે તે સંપૂર્ણ અને સાચા અર્થમાં શિક્ષણનું પ્રતિક અને સાધન બની શકે છે. જો પ્રધાનો માં પૂરી કલ્પનાશક્તિ અને હિમ્મત હશે, તો કેળવની ખાતાના મોટા અમલદારો અને બીજાઓ, બેશક સદ્ભાવપૂર્વક, જે ટીકા કરે છે તે છતાં - અને ખાસ કરીને એ ટીકા જ્યારે કાલ્પનિક માન્યતાઓને આધારે કરેલી હોય ત્યારે - તેઓ આ વિચારને અજમાયશ આપ્યા વિના નહીં રહે.

અધ્યાપક ખુશાલ શાહની યુવાનો અને યુવતીઓ પાસે ફરજિયાત ભણાવવાનું કામ લેવાની યોજના સારી છે એમ આ લેખકે માન્યું તે છે, પણ એને માટે તે પાછળથી પસ્તાયા લાગે છે. કેમ કે એ કહે છે:

"આમ શિક્ષકનું કામ ફરજિયાત કરાવવું એ અમારે મન એક અત્યાચાર છે. નિશાળોમાં, જ્યાં નાના નાના બાળકો ભેગાં થાય છે ત્યાં, એવાં જ સ્ત્રી પુરુષો હોવાં જોઈએ જેમણે આ જગતમાં સ્વાર્પણ કરેલું હોય એટલે અંશે, આ ધંધાને જીવન અર્પણ કરેલું હોય, અને જેઓ નિશાળમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ ફેલાવે એવાં હોય. આપણે આપણા યુવકયુવતીઓ પર ઘણાં વધારે પડતા, અખતરા કર્યાં છે, પણ આ નવા અખતરામાંથી જે પરિણામો આવવાનો સંભવ દેખાય છે, તેમાંથી આપણે એવી પાયમાલીમાં
આવી પડીશું કે એમાંથી ઓછામાં ઓછાં પચાસ વરસ લગી છૂટા આરો નહીં રહે. આ આખી વસ્તુની પાચહ કલ્પના એ રહેલી છે કે, અધ્યાપન એ એક એવી કળા છેજેને માટે જરા પણ પૂર્વ તૈયારીની કે તાલીમની જરૂર નથી અને દરેક પુરુષ કે સ્ત્રી સ્વ્યંભૂ શિક્ષક કે શિક્ષિકા છે. ખુશાલ શાહ જેવા વિખ્યાત માણસ આવો વિચાર કેમ રાકહ્તા હશે એ સમજી શકાતું નથી. આ વિચાર એક નરી ધૂન છે, ને એનો અમલ કરવામાં આવશે તો પરિણામ બહુ માઠાં આવશે. વળી દરેક માણસ બાળકોને ઉદ્યોગ વગેરેનું શિક્ષણ કેમ આપી શકે?"

અધ્યાપક શાહ એમના કથનો બચાવ કરવાને સમર્થ છે. પણ હું આ લેખકને એટલું યાદ દેવા ઇચ્છું છું કે, અત્યારના શિક્ષકો કંઈ સ્વયંસેવકો નથી. તેઓ આજીવિકાને અર્થે કામ કરનારા ભાડૂતી (આ શબ્દ એના સ્વાભાવિક અર્થમાં વાપરું છું) માણસો છે. અધ્યાપક શાહની યોજનામાં એવી કલ્પના તો અવશ્ય રહેલી જ છે કે, ફરજિયાત અધ્યાપકનું કામ કરવા માટે સ્ત્રીપુરુષોને લેવામાં આવે તે પહેલાં તેમનામાં સ્વદેશપ્રેમ, સ્વાર્પણની ભાવના, અમુક પ્રમાણમાં શુભ સંસ્કાર, અને હાથઉદ્યોગની તાલીમ એટલું તો હોવું જ જોઈએ. એમની કલ્પના સંગીન છે, તદ્દન શક્ય ને વ્યવહાર્ય છે, અને એના પર પૂરેપૂરો વિચાર ચલાવવો ઘટે છે. આપણને સ્વયંભૂ શિક્ષકો મળી રહે ત્યાં સુધી આપને વાટ જોવાની હોય તો એમને માટે જગતના અંતકાળ લગી વાટ જોતા આપણે બેસી રહેવું પડશે. હું એમ કહેવા ઇચ્છું છું કે, શિક્ષકો અને શિક્ષિકાઓને બને એટલા ઓછામાં ઓછા સમયમાં મોટા પ્રમાણમાં તાલીમ આપીને તૈયર કરવા પડશે. જ્યાં સુદી અત્યારના સિક્ષિત યુવક યુવતીઓની સેવા એમને સમજાવીને આ કામ માટે ન લેવામાં આવે, ત્યાં સુધી એ બની ન શકે. એ વર્ગ તરફથી જ્યાં લગી સ્વેચ્છાએ જવાબ ન મળે ત્યાં લગી આ કામ બની શકે એવું નથી. સવિનયભંગની લડતમાં તેમણે, ગમે એટલો ઓછો પણ, જવાબ આપ્યો હતો. હવે જ્યારે કેવળ આજીવિકા જેટલા પૈસા લઈને રચનાત્મક કાર્યમાં સેવા આપવાની હાકલ થશે, ત્યારે શું તેઓ જવાબ આપવાની ના પાડશે ?

પછી આ લેખક પૂછે છે:
"૧. કાચો માલ જ્યારે નાનાં છોકરાં વાપરે ત્યારે એમના ઘણો બગાડ થવાની ગણતરી આપણે ન રાખવી ઘટે?
૨. તૈયાર માલનું વેચાણ કોઈ મધ્યવર્તી સંસ્થા કરશે ? એના ખરચનું શું ?
૩. એવા ભંડારોમાંથે ચીજો લેવાની પ્રજાને ફરજ પાડવામાં આવશે ?
૪. જે વર્ગો અત્યારે આ ચીજો બનાવે છે તેમનું શું ? એમની અપ્ર આની શી અસર થશે?"
મારા જવાબ આ પ્રમાણે છે :
"૧. બેશક કમીક બગાડ તો થશે જ, પણ પહેલા વરસની આકહ્રે પણ દરેક બાળકે કંઈક નફો કર્યો હશે.
૨. આમાંનો ઘણો માલ રાજ્ય પોતાની જરૂરિયાતોને માટે રાખી લેશે.
૩. રાષ્ટ્રનાં બાળકોએ બનાવેલી ચીજો ખરીદવાની કોઈને ફરજ નહીં પડવામાં આવે; પણ રાષ્ટ્ર પોતાનાં બાળકોએ બનાવેલી ચીજો પોતાના વાપરને માટૅ ગર્વભેર અને દેશપ્રેમભર્યા આનંદપૂર્વક ખરીદે એવી અપેક્ષા જરૂર રાખેલી છે.
૪. ગામડાંના હાથૌદ્યોગથી બનેલી ચીજોમાં હરીફાઈ ભાગ્યે જ હોય છે. અને કોઈ પણ ગામઠી બનાવટોની જોડે અઘટિત હરીફાઈમાં ન ઊતરે એવી જ ચીજો નિશાળોમાં બનાવવામાં આવે એની કાળજી અવશ્ય રાખવામાં આવશે. દાખલા તરીકે ખાદી, ગામઠી કાગાળ, તાડનો ગોળ વગેરેને કોઈ હરીફ છે જ નહીં."

ह० बं०, ૧૭-૧૦-'૩૭