લખાણ પર જાઓ

પાયાની કેળવણી/૧૯. "તળિયું સાબૂત છે"

વિકિસ્રોતમાંથી
← ૧૮. "પશ્ચિમની આયાત નથી" પાયાની કેળવણી
૧૯. "તળિયું સાબૂત છે"
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૦. યોજનાના ભીતરમાં →


૧૯
"તળિયું સાબૂત છે"

[વર્ધા શિક્ષણ યોજના બહાર પડી પછી આ૦ કૃપલાનીએ તેના ભાષ્યરૂપે અંગ્રેજીમાં 'ધી લેટેસ્ટ ફૅડ' (તાજેતરનું ગેલું) એવું મજાકી છતાં આકર્ષક નામ આપીને પુસ્ત્ક બહાર પાડ્યું હતું. [] ગાંધીજીએ તેની પ્રસ્તાવના લખી છે, તે નીચે ઉતારી છે. -સં]

આ ચોપડી હું અથેતિ જોઈ ગયો છું. અનુભવમાં આવતી એક ઊણપ એનાથી પુરાશે. જેને મારું 'તાજેતરનું ઘેલું' કહેવામાં આવ્યું છે, - અને તેય વળી કેળવણીના ક્ષેત્રમાં ! - તે વિષે જિજ્ઞાસુઓને જે અનેક શંકાઓ પજવે છે, તે બધીનો જવાબ આપવાનો આ ચોપડીમાં પ્રયત્ન છે. આ૦ કૃપલાનીએ ઘણાં વરસ કેળવણીકાર તરીકે કાઢ્યાં છે. તેમણે આ ચોપડીમાં એ બતાવવા પ્રયત્ન કર્યો છે કે, આ 'ઘેલા'નું તળિયું બરોબર સાબૂત છે.

  1. તેનો ગુજરાતી અનુવાદ 'સર્વોદયની કેળાવણી' નામથી ગુજરાતે વિદ્યાપીઠે બહાર પાડ્યો છે તે જુઓ કિં. રૂ ૧.૨૫ ટપાલ રવાનગી ૦.૩૦)