પાયાની કેળવણી/૨૮. શ્રદ્ધા જોઈએ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← ૨૭. યોગ્ય શિક્ષકોની મુશ્કેલી પાયાની કેળવણી
૨૮. શ્રદ્ધા જોઈએ
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૯. 'વૌદ્ધિક વિષયો' વિ૦ ઉદ્યોગ →


[મધ્ય પ્રાંત અને વરાડની મ્યુનિસિપાલીટીઓ અને જિલ્લા લોકલ બોર્ડોના પ્રતિનિધિઓની એક પરિષદમાં ભાષણ આપવા ગાંધીજીને વિનંતી કરવામાં આવી હતી. પરિષદના એક સભ્યે ગાંધીજીને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે, “પાયાની કેળવણીની વર્ધા યોજનાથી દેશની આર્થિક અને રાજકીય પ્રગતિ કઈ રીતે થવાની ?” ગાંધીજીએ એમનું ભાષણ આ પ્રશ્નને ઉપાડી લઈને કર્યું. તેનો શ્રી મહાદેવભાઈ દેસાઈએ ‘વર્ધા યોજનામાં પહેલ’ એ મથાળેથી આપેલો અહેવાલ નીચે ઉતાર્યો છે. – સં૦]


તમે મને આ સવાલ પૂછ્યો છે તેથી હું રાજી થયો છું. ઇનો જવાબ આપતાં હું કહું કે , પ્રાથમિક કેળવણીની યોજના ઘડવામાં આ દેશની આર્થિક પ્રગતિનો કશો વિચાર કરવામાં આવ્યો ન હતો . દેશ પ્રાથમિક કેળવણી પાછળ જે પૈસા ખર્ચે છે તેનું તેને કશું જ વળતર મળતું નથી. ઊંચી કહેવાતી કેળવણીના ફળરૂપે શુક્લજી જેવા આંગળીને વેઢે ગણાય એટલા કુશળ રાજ્યકારભાર કલાવનારા મળે છે એટલા પરથી પ્રાથમિક કેળવણી પાછળ થતી પૈસાની બરબાદી વાજબી ઠરતી નથી. એથી તો ઊલટું, અંગ્રેજી પદવી કે અંગ્રેજી ભાષાના જ્ઞાન ધરાવનારા માણસો વિના હિંદુસ્તાનનો કારભાર ચાલી જ ન શકે એવા જે વહેમે આપણાં મનમાં જડ ઘાલી છે, તેનું જ દુઃખદપણે દર્શન થાય છે. સરકારી કેળવણી ખાતાના વડા અધિકારીઓએ કબૂલા કર્યું છે કે, પ્રાથમિક કેળવણીની અત્યારની પદ્ધતિમાં પૈસાનો પારાવાર દુર્વ્યય થાય છે, વિદ્યાર્થીઓમાંથી બહુ જ ઓછું પ્રમાણ ઉપલા વર્ગો સુધી પહોંચે છે, જે અક્ષરજ્ઞાન અપાય છે તે કાયમાં રહેતું નથી. અને આવી, ખામી ભરેલી પ્રાથમિક કેળવણી પણ આપણાં લાખો ગામડાંમાંથી બહુ જૂજ ગામડાંને મળે છે. દાખલા તરીકે, મધ્ય પ્રાંતનાં કેટલાં ગામડાંમાં આવી પ્રાથમિક નિશાળો છે ? અને ગામડામાં જે પ્રાથમિક નિશાળો છે તે ગામડાંને કોઈ પણ ખાસ પ્રકારનું વળતર આપતી નથી.

એટલે તમે મને જે સવાલ પૂછ્યો છે તે ખરું જોતાં ઊભો થતો જ નથી. પણ આ નવી યોજના સંગીન આર્થિક પાયા પરા રચાયેલી છે એવો મારો દાવો છે, કેમકે એમાં બંધી કેળવણી કોઈ પણ ઉદ્યોગા દ્વારા આપવાની ગોઠવણ છે. કેળવણી ઉપરાંત એકાદ ઉદ્યોગા શીખવવો એવું એ યોજનામાં નથી, પણ કેળવણી કોઈ પણ ઉદ્યોગ દ્વારા આપવાની ગોઠવણ છે. તેથી જે છોકરાને, દાખલા તરીકે, વણાટ મારફતે કેળવણી મળે તે નર્યા કારીગરના મારતાં વાધારે સારો વણકર બનશે. અને વણકર એ આર્થિક દ્રષ્ટિએ નકામો છે એમાં તો કોઈ નહીં જ કહી શકે. આ નવો વણકર જુદા જુદા ઓજારો ઓળખતો હશે, બધી ક્રિયાઓથી વાકેફા હશે, અને કારીગરા વણકરના કરતાં તે વધારે સારાં પરિણામ બતાવી શકશે. ગયા થોડાક મહિનામાં આ પદ્ધતિનો જે અમલ થયો છે. તેનો અભ્યાસ કરવો હોય તો શ્રીમતી આશાદેવીએ ભેગાં કરેલા હકીકતો અને આંકડાનો અભ્યાસ કરવો જોઈએ. એ પરિણામ ધાર્યાં કરતાં પણ સારાં આવ્યાં છે. હું સ્વાશ્રયી કેળવણી કહું છું તેનો અર્થ આ છે. મેં ‘સ્વાશ્રયી’ શબડા વાપર્યો ત્યારે મારો આશય એવો ના હતો કે , કેળવણીને અંગેનો બધો – મકાન, સરસામાન બધાંનો – ખરચ એમાંથી નીકળી રહેશે; પણ મારી ધારણા એવી હતી કે, વિદ્યાર્થીઓએ બનાવેલી ચીજોના વેચાણમાંથી ઓછામાં ઓછો શિક્ષકનો પગાર તો નીકળી રહેશે. આમાં પાયુયાની કેળવણી યોજનાની આર્થિક બાજુ દેવા જેવી દેખાય છે. તે પછી બીજી બાજુ છે તે રાષ્ટ્રીય જાગૃતિની. ગામઠી ઉદ્યોગો વિષેનો કુમારપ્પા સમિતિનો રિપોર્ટ તમે વાંચ્યો છે ખરો ? હિંદુસ્તાનની માથા દીઠ વાર્ષિક આવક રૂપિયા સિત્તેર છે એમ અત્યાર સુધી મનાતું આવ્યું છે. પણ કુમારપ્પાએ સાબિતા કર્યું છે કે, મધ્ય પ્રાંતના ગામડાંમાં માથાદીઠ વાર્ષિક આવક બાર થી ચૌદ રૂપિયા કરતાં વધારે નથી. પાયાની કેળવણી માટે કાંતણ અને બીજાં ગ્રામ ઉદ્યોગ એવી રીતે પાસાંડ કરવામાં આવ્યાં છે કે જેથી ગામડાંની જરૂરિયાત પૂરી પડે. તેથી જે છોકરામોને ગામઠી ઉદ્યોગો મારફતે કેળવણી મળે તેમણે પોતાનું જ્ઞાન પોતાનાં ઘરોમાં ફેલાવવું જોઈએ. હવે તમે જોશો કે, ગામડાંના ઉદ્યોગોને સજીવના કરવાથી ગામડાંના માણસની આવક સહેજે બમણી કરી શકાય એમ છે. તમે જો પ્રજાના સેવકો બનશો અને આ નવી શિક્ષણ યોજનામાં સક્રિયપણે રસ લેતા થશો, તો જિલ્લા બોરડોમાં ઘણાં ખરાં વિખવાદ પણ માટી જશે. હું આ સભામાં આવતો હતો ત્યાં મને એક નિશાળનો કાગળ મળ્યો. એ નિશાળમાં બાળકોએ રોજના ચાર કલાક કાંતીને ત્રીસા દિવસમાં રૂપિયા પંચોતેરની કમાણી કરેલી છે. જો ત્રીસ બાળકો મહિનામાં રૂપિયુયા પંચોતેર કમાઈ શક્યાં, તો હિંદુસ્તાનના પ્રાથમિક નિશાળનાં બાળકોની કમાણી કેટલી થાય, તેનો હિસાબ તમે સહેજે કાઢી શકશો.

વળી આ બાળકોમાં જે આત્મવિશ્વાસ અને સૂઝ પેદા થાય, અને પોતે દેશની આવકમાં વધારો કરી રહ્યાં છે ને આસમાન વહેંચણીના પ્રશ્નનો ઉકેલા આની રહ્યાં છે એ ભાન એમનામાં જાગે, તો એનું શું પરિણામ આવે એની કલ્પના કરો. એને પરિણામે રાજકીય જાગૃતિ આપોઆપ થાય. હું તો આશા રાખું કે, એ બાળકો સ્થાનિક બનાવો વિષે બધું જાણે, લાંચરૂશવત સદા વગેરેની વાત પણ જાણે, ને એ કેવી રીતે દૂર થાય એનો પણ વિચાર કરે. એ જાતની રાજકીય કેળવણી આપણાં એકેએક બાળકને મળે એમ હું ઇચ્છું. એથી એમનાં હૃદય ને બુદ્ધિ આવશ્ય ખીલશે.

પાયાની કેળવણીની અ યોજનાથી દેશની આર્થિક અને રાજકીય પ્રગતિમાં મદદ અવશ્ય થવાની છે એમ બતાવાને પૂરતો મુરાવો મેં આપ્યો છે, એમ હું માનું છું.

આટલું કહીને હું તમને એક વિનંતિ કરવા ઇચ્છું છું. હવે તમે અહીં આવા છો એટલે હું તમને કહું કે, તમે આ શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરો, અને શુક્લજી અને આર્યનાયકજીને કહો કે તમે એને વિષે શ્રદ્ધા લઈને જાઓ છો કે નહીં. મારી ખાતરી છે કે, તમે જો અને પૂરતી અજમાયશ આપશો તો ત્રણ મહિનાની અંદર તમે જોઈ શકશો કે તમે નિશાલોમાં નવચેતન આણ્યું છે અને બાળકોમાં નવી સ્ફૂર્તિ ને નવો પ્રાણ રેડ્યાં છે. બીજને ઊગી ફૂલીફાલીને વૃક્ષથતાં વાર લાગે, પણ તમે જે શિક્ષણરૂપી બીજ વાવશો તેનાં મર્યાદિત પરિણામ તમે થોડાં મહિનામાં જ જોઈ શકશો.મેં હિંદુસ્તાનની પ્રજા આગળ સાદામાં સાદી ચીજો - ક્રાન્તિકારતક ફેરફારો કરે એવી સાદામાં સાદી ચીજો - મૂકી છે; જેવી કે ખાદી, દારૂબંધી, ગ્રામઉદ્યોગોનો પુનરુદ્ધાર, ઉદ્યોગ દ્વારા કેળવણી. પણ તમે ચાલુ અમલના કેફમાંથી મહીં નીકળો ત્યાં સુધી તમે સાદામાં સાદી ચીજો પણ જોઈ શકવાના નથી.

તમે જે કરવું હોય તે કરજો, પણ તમને પોતાને ને અમને છેતરશો નહીં. તમને આ પદ્ધતિ વિષે ઉત્સાહ ન ચડતો હોય તો એ પ્રમાણે સાફસાફ કહી દેજો.

હવે મકાન અને સરસામાનના ખરચ વિષે બે શબ્દ કહીં લઉં. મકાનો જોવાની પાછળ ખર્ચ ન કરશો. કેમ કે એ ચોક્ખી ખોટનો ધંધો થશે. ઓજારો ને કાચા માલ પાચહ્ળ પણ તમારે ખરચ કરવું પડશે પન તે વર્સો સુધી માલનું ઉત્પાદન કરવાના કામમાં આવશે. તમે જે રેંટિયા, સાળ ને પીંજણો વસાવવા પાછળ પૈસા ખરચશો તે વિદ્યાર્થીઓના અનેક સમુહોને કામ લાગશે, મોટા યાંત્રિક ઉદ્યોગોમાં યંત્રો ને બીજા સરસામાન પાછળ પુષ્કળ ખરચ કરવું પડે છે, અને એનો ઘસારો પણ ઘણો થાય છે. આ વર્ધાની યોજનામામ્ એવું કશું નથી, કેમ કે સારી રીતે યોજેલી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં એવી કશી ચીજોની જરૂર પડવાની નથી.

એક છેવટની વાત. આપણી રાજકીય વ્યવસ્થામાં જે ફેરફારો ઝઝૂમી રહ્યાં છે તેથી તમે અસ્વસ્થ ન થશો. પ્રધાન મંડળો તો જેવાં આવેલાં તેવાં જશે. તેઓ એવી સમજથી આવેલાં છે કે, એમને ટૂંકામાં ટૂંકી નોતિસે નીકળી જવું પડશે. એમને ખબર હતી કે પ્રસંગ આવશે તો એમને સેક્રેટેરિયેટમાંથી ચાલીને જેલમાં જવું પડશે, ને તેઓ હસતે મોઢે ચાલીને જશે. પણ તમાર ને તમારા કાર્યક્રમનો આધાર પ્રધાનમંડળો પર ન રહેવો જોઈએ. તમે જે કામની યોજના કરી છે તેનો પાયો જો સંગીન હોય તો ગમે તેટલાં પ્રધાનમંડળો આવે કે જાય તોપણ તે કાયમ રહેશે. પણ એનો આધાર તમને તમારા કામને વિષે કેટલી શ્રદ્ધા છે તેના પર રહેશે. કૉંગ્રેસ જ્યાં લગી તેની સત્ય-અહિંસાની ટેકને વફાદાર રહેશે ત્યાં લગી તે ને તેનું કામ કાયમ રહેશે. મેં કૉંગ્રેસની સખત ટીકા કરી છે ને તેની ખામીઓ બતાવતાં દયા નથી રાખી. પણ હું એ જાણું છું કે, તે છતાં સરવૈયું કાઢતાં એના જમાપાસામાં ઠીક ઠીક બાકી રહે એમ છે.

એ બધાં ઉપરાંત તમને કહું કે, બધાનો આધાર તમારી શ્રદ્ધા ને તમારા નિશ્ચય પર રહેશે. તમારો સંકલ્પ હશે તો રસ્તો તો નીકળશે જ. આ યોજના અમલમાં મૂકવી જ છે એવો તમે મન સાથે દૃઢ નિશ્ચય કરશો તો એકેએક મુશ્કેલી દૂર થઈ જશે. માત્ર એ શ્રધા તે જીવતી શ્રદ્ધા હોવી જોઈએ. ઈશ્વરને વિષે શ્રદ્ધા હોવાનો દેખાવ તો હજારો લોકો કરે છે, પણ જો તેઓ જરા સરખો ભય આવી પડતાં ડરીને નાસી જાય તો એમની શ્રદ્ધા નિર્જીવ શ્રદ્ધા છે, જીવતી શ્રદ્ધા નથી. જીવતી શ્રદ્ધા માણસ્ને પોતાની યોજના પાર પાડવા માટે આવશ્યક જ્ઞાન અને સૂઝ આપે છે. તમે દરેક જણ એ શ્રદ્ધા તમારામાં હોવનો દાવો કરો છો એ જાણીને હું રાજી થાઉં છું. ખરેખર, એમ હોય તો તમારો પ્રાન્ત બીજા પ્રાન્તોને સુંદર દાખલો બેસાડશે.

ह० बं०, ૨૯-૧૦-'૩૯ -૦-