લખાણ પર જાઓ

પાયાની કેળવણી/૨. કેટલાક પ્રશ્નો

વિકિસ્રોતમાંથી
← ૧. કેળવણીની પુનર્ઘટનની જરૂર પાયાની કેળવણી
૨. કેટલાક પ્રશ્નો
મોહનદાસ કરમચંદ ગાંધી
૩. ત્યારે કરીશું શું →


૨.
કેટલાક પ્રશ્નો

['સાપ્તાહિક પત્ર'માંથી]

[૧૯૩૭મા મે માસની ૨૨મી તારીખે તીથલમાં ગુજરાતની રાષ્ટ્રીય શાળાના સિક્ષકોનું એક નાનું સંએલન થયું હતું. એ સંમેલન બોલાવનારે આમંત્રિત શિક્ષકોને નીચેની પ્રશ્નાવલિ અગાઉથી મોકલી રાખી હતી.]

૧. આપણાં ગામડાંને અનુકૂળ ને લાભદાયી થઇ શકે એવી કેળવણી કઇ ગણાય? ખરી કેળવણી ગામડે ગામડે પહોંચાડવાની યોજના.
૨. આમવર્ગનાં નિરક્ષરતા અને અજ્ઞાન ફેડવાના ઉપાયો.
૩. સંપૂર્ણ બૌધ્ધિક વિકાસને સારુ અક્ષરજ્ઞાનની અનિવાર્ય આવશ્યકતા છે શું? અક્ષરજ્ઞાન દ્વારા શિક્ષણનો પ્રારંભ કરવાની પધ્ધતિ બૌધિક વિકાસને રોકે છે કે?
૪. ઔદ્યોગિક શિક્ષણને મધ્યબિન્દુએ રાખીને આખી કેળવણીની વ્યવસ્થા કરવાની આવશ્યકતા.
૫. અત્યારે ચાલતી રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓના ભાવી કાર્યક્રમનો વિચાર.
૬ સ્વભાષા દ્વારા બધી જ કેળવણી આપવાની શક્યતા અને સાધનોનો વિચાર.
૭. આજની પ્રચલિત શાળાઓમાં રાષ્ટ્રીય કેળવણીનાં કયાં કયાં તત્વો દાખલ કરવાં આવ્શ્યક છે?
૮. આપણી શાળાઓમાં, ખાસ કરીને પ્રાથમિકનાં છેલ્લાં તથા માધ્યમિકનાં શરૂઆતનાં વર્ષોમાં, હિંદી- હિંદુસ્તાનીનું શિક્ષણ ફરજિયાત રાખવા વિષે.

આ મુદ્દાઓ વિષે ગાંધીજીને એમના વિચારો પ્રદર્શીત કરવાનું કહેવામાં આવ્યું, તેના જવાબમાં એમણે જે વિવેચન કર્યું તે વિવેચનનો સાર હું અહીં આપું છું. - મહાદેવ દેસાઈ].

આપણે જો ગામડાંને અનુકૂળ અને લાભદાયી એવી કેળવણી આપવી હોય, તો વિદ્યાપીઠને ગામડાંમાં લઇ જવી જોઇએ.આપણે એને એવા અધ્યાપનમંદિરનું રૂપ આપવું જોઇએ, કે તેમાં આપણા શિક્ષકોને ગ્રામવાસીઓની હાજતોને અનુકૂળ એવી ઢબે શિક્ષણ આપવાની તાલિમ આપી શકીએ. શહેરમાં અદ્યાપનમંદિર રાખીને ગામડાં ગામડાંને અનુકૂળ એવી ઢબે શિક્ષણ આપનારા શિક્ષકો તૈયાર ન કરી શકાય. શહેરમાં રહેનારા માણસોને ગામડાંના પ્રશ્નોમાં રસ લેતા, ગામડામાં રહેતા કરવા એ કંઈ સહેલું કામ નથી. આનો પુરાવો મને સેગાંવમાં રોજ મળ્યા કરે છે, અને સેગાંવ માં એક વરસ રહ્યા પછી એવા ગ્રામવાસી બની ગયા છીએ કે ગામડાના લોકો સાથે સાર્વજનિક હિતની બાબતોમાં તાદાત્મ્ય સાધી શક્યા છીએ, એમ હું ખાતરીપૂર્વક તમારા આગળ કહી શક્તો નથી.

પછી પ્રાથમિક શિક્ષણની વાત. મારો તો દૃઢ અભિપ્રાય છે કે કક્કા અને વાચન લેખનથી બાળકના શિક્ષણનો આરંભ કરવાથી તે બાળકનો બુધ્ધિ વિકાસ કુંઠિત થાય છે. બાળકોને ઇતિહાસ, ભૂગોળ, લેખાaaa કાંઈક કળા (દા.ત. કાંતવાની)નાં મૂળ તત્વો ન આવડે ત્યાં સુધી હું એમને કક્કો ન શીખવું.આ ત્રણ વસ્તુઓ મારફતે્।bb| એમની બુધ્ધિનો વિકાસ સાધું. તકલી કે રેંટિયા વાટે એમની બુધ્ધિનો વિકાસ શી રીતે થ ઇ શકે, એ પ્રશ્ન કદાચ પૂછાય.કાંતવા ccc જો જડ યંત્રવત્ ન શીખવવામાં આવે, તો એ વાટે તો બુધ્ધિનો અદ્‍ભૂત વિકાસ થઈ શકે. દરેક ક્રિયા કેમ ને શા માટે થાય છે ।ddd| બાળકને સમજાવતા જાઓ, તકલી કે રેંટીયાની રચના સમજાવો, ।eee। અને સંસ્કૃતિ સાથેના એના સંબંધ એને સંભળાવો, કપાસ જ્યાં ઉગતો હોય એ ખેતરમાં એને લઈ જાઓ, એ કાંતે એ તાર ગણતાં શીખવો, તો તમે એને એમાં રસના ઘૂંટ્ડા આપી શકો એ મન।fff| કેળવણી પણ આપી શકો. આ પ્રારંભિક શિક્ષણને માટે હું છ મહિના આપું. તે પછી બાળક કદાચ વાંચવા ને કક્કો શીખવા તૈયાર થઈ રહે. એને ઝપાટાબંધ વાંચતાં વડે એટલે તે સાદાં ચિત્રો દોરવાનું શીખવા તૈયાર થાય. ભૂમિતિની આકૃતિઓ ને પંખી વગેરેનાં ચિત્રો દોરતાં આવડે એટલે પછી એ જે મૂળાક્ષરો શીખશે તે ભૂંડા ભખ જેવા નહિ કાઢે, પણ સુંદર ચિત્રની પેઠે દોરશે. મને બચપણમાં કક્કો શીખવવવામાં આવેલો એ દિવસો મને યાદ છે. એ શીખતાં મને કેટલી મુશ્કેલી પડેલી એ હું જાણું છું. મારી બુધ્ધિ કટાઈ જતી હતી એ સમજવાની કોઈને પરવા નહોતી. હું માનું છું કે લેખન એ એક સુંદર કળા છે. આપણે નાનાં બાળકોને પરાણે કક્કો શીખવીને અને એનાથી જ શિક્ષણનો આરંભ કરીને એ કળાનો ઘાત કરીએ છીએ. આમ આપણે જ્યારે બાળકને કવેળાએ કક્કો શીખવવા મથીએ છીએ, ત્યારે લેખનકળાને હણીએ છીએ અને બાળકનો વિકાસ થતો રોકીએ છીએ.

હું તો ચોક્કસ માનું છું કે, આપણે દુઃખી થવાનું ને શરમાવાનું છે તે આપણી પ્રજાની નિરક્ષરતા માટે નહીં પણ તેના અજ્ઞાન માટે. તેથી પ્રૌઢશિક્ષણને માટે પણ હું અજ્ઞાન દૂર કરવાનો ઉચ્ચ કાર્યક્રમ મૂકું, ને તે પ્રમાણે પ્રૌઢ વયના ગ્રામવાસીઓને કેળવણી આપવાનું તેમને કહું. આનો અર્થ એ નથી કે, હું એ લોકોને કક્કો ન શીખવું. અક્ષરજ્ઞાનની જે ઉપયોગિતા છે તેને હું ઉતારી પાડવા માગતો નથી. કક્કાનું શિક્ષણ સહેલું કરવાને પ્રો. લોબાશે જે અથાગ પરિશ્રમ લીધો છે તેની મને કદર છે, તેમ જ પૂનાવાળા શ્રી ભાગવતે એ દિશામાં જે શ્રમ કર્યો છે ને એનો વ્યવહારમાં અમલ કરી બતાવ્યો છે, એની ઉપયોગીતા પણ હું બરોબર સમજું છું.શ્રી ભાગવતને તો મેં કહ્યું પણ છે કે, તમે જ્યારે આવી શકો ત્યારે સેગાંવ આવો ને તમારી કળા સેગાંવનાં સ્ત્રી-પુરુષ-બાળકો પર અજમાવો.

ગામડાંના ઉદ્યોગોને શિક્ષણના મધ્યબિંદુ તરીકે ગણવા જોઈએ, એ વિશે મને લવલેશ શંકા નથી. હિંદુસ્તાનની નિશાળોમાં જે પધ્ધતિ ચાલે છે તેને હું કેળવણી - એટલે કે મનુષ્યમા રહેલું હીર બહાર લાવવું - કહેતો નથી; એ તો બુધ્ધિનો વ્યભિચાર છે. બાળકોનાં મગજમાં ગમે તેમ હકીકતો ઠાંસવામાં આવે છે, જ્યારે આરંભથી ગ્રામોદ્યોગ કેંદ્રમાં રાખીને મનને કેળવવાની પધ્ધતિ મનનો સીધો અને વ્યવસ્થિત વિકાસ સાધે છે, અને તેની બુધ્ધિશક્તિ તેમ જ પરોક્ષ રીતે આત્મશક્તિ પણ એળે જતી અટકાવે છે ને, એ શક્તિમાં વધારો કરે છે. અહીં પણ એમ ન સમજવું કે, હું લલિત કાળાઓને ઉતારી પાડવા માગું છું. પણ એમને અયોગ્ય સ્થાને ન મૂકું.કોઇ પણ ચીજને અસ્થાને મૂકો એટલે કચરો ગણાય., એ વર્ણન સાચુ છે.હું કહું છું એનો પુરાવો જોઈતો હોય તો જે કાંડીબંધ નકામુ, એટલું નહીં પણ અશ્લીલ સાહિત્ય ધોધની પેઠે પેદા થ ઈ રહ્યું છે તે જ જુએ। । એનાં જે પરિણામ આવી રહ્યાં છે તે પણ નરી આંખે જોઈ શકાય એવાં છે.

ह.बं., ૬-૬-'૩૭