પાયાની કેળવણી/૩૭. ગ્રામવિદ્યાપીઠ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← ૩૬. કૉંગ્રેસ પ્રધાન મંડળો અને નવી તાલીમ પાયાની કેળવણી
૩૭. ગ્રામવિદ્યાપીઠ
મોહનદાસ કરમચંદ ગાંધી
૩૯. તાલીમી સંઘાના સભ્યો જોડે વાર્તાલાપ  →


ડો. કિની મૈસૂરમાં કેળવણી ખાતાના પ્રધાન હતાં. તેમણે हरिजन માટે એક લાંબો લેખ લખ્યો છે. તેમના કહેવાની મતલબા એવી છે કે, હિંદુસ્તાન ગરીબા રહ્યું છે, તેનું કારણ રાજસત્તાએ ગરીબા ગામડાંને સાચી કેળવણીથી દૂર રાખ્યાં છે તે છે. તેઓ માને છે કે, આપણાં શહેરોમાં જે વિદ્યાપીઠો છે, તેમનાથી ગામડાંની સેવા નહીં થાય. કેમાં કે, એ વિદ્યાપીઠમાં અંગ્રેજા સરકારે કેળવણીની જે વ્યવસ્થા કરી છે, તે બધી પશ્ચિમની વાતોને આગળ વધારવા માટે જ છે, અને એ વિદ્યાપીઠોમાં ગામડાંને લાયકની કેળવણી દાખલ કરવી મુશ્કેલ છે.

ડો. કિની ઈચ્છે છે કે, ગામડાં માટે ગ્રામવિદ્યાપીઠો હોવી જોઈએ, જ્યાં સામાન્ય વિદ્યાર્થીઓ ઉપરાંત મોટી ઉંમરના માણસો ભણી શકે. કિનીસાહેબ કહે છે કે, ગ્રામવિદ્યાપીઠોના અભ્યાસક્રમમાં ખેતીવાડી, ફળની ખેતી, રેશમાં ઉત્પાદન, ગોપાલન, મરઘાં બતકાંની ઉછેર, મધમાખીની ઉછેર, મચ્છીનો ધંધો, ખાદીવિદ્યા, ગ્રામસફાઈ, ગ્રામવિદ્યુત, સમાજશાસ્ત્ર, ગ્રામરચના, ગ્રામવ્યાપાર તથા ગ્રામશરાફી વગેરે વિષયો હોવા જોઈએ.

લેખક જણાવે છે કે, હિન્દનાં ગામડાંમાં આ બધી વસ્તુઓ શાસ્ત્રીય ઢબે શીખવવામાં આવે, તો ગામડાંની સિકલ બદલાઈ જશે અને ગામડાંને આજે શહેરો તરફા જોઈઓ રહેવું પડે છે તે સ્થિતિ પલટાઈ જશે, બલ્કે શહેરોને ગામડાં તરફ વળવું પડશે.

ડો. કિનીના લેખનો મેં કેવળ સાર આપ્યો છે. મધ્યસ્થ સરકાર અને પ્રાંતીય સરકારો આ વાત સ્વીકારે, તો ઘણું કામ થઈ શકે. પોતાના વિચારોને અમલી ઘાટ આપવાને માટે ડો. કિનીએ ડો. ઝાકિર હુસેન અને આર્યનાયકમ દંપતી સાથે મસલત કરવી જોઈએ. હું માનું છું કે , ગામડાંની નવી વિદ્યાપીઠો કાઢવાને બદલે શહેરોની વિદ્યાપીઠોને પલટાવી શકાય.

નવી દિલ્હી, ૧૫-૯-‘૪૬ ह0 बं0, ૧૩-૧૦-‘૪૬ (પૂર્ણ)