પુરાતન જ્યોત/સંત દેવીદાસ/ભજન: ૪. જીવન ભલે જાગિયાં

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ભજન: ૩. મુને દેખતી કીધી પુરાતન જ્યોત
ભજન: ૪. જીવન ભલે જાગિયાં
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
ભજન: ૫. અમર ઝૂઝે રે તરવાર →જીવન ભલે જાગિયાં

મેં તો સધ રે જાણીને તમને સેવિયા
મારે રુદિયે દિવસ ને રાત
જીવન ભલે જાગિયાં.

મેં તો પુન્યના પાટ મંડાવિયા
મારે પધાર્યા પીર જસો રે વળદાન
જીવન ભલે જાગિયાં.

મેં તો કુરણાના કળશ થપાવિયા
જ્યોતું જગાવે દેવીદાસ
જીવન ભલે જાગિયાં.

સતિયું મળિયું મારા સમ તણી
સતી અમર અમૂલાં માંગલબાઈ
જીવન ભલે જાગિયાં.

નૂરીડાં મળ્યાં હરિજનનાં નિરમળાં
કોળી પાવળ પીર શાદલને હાથ
જીવન ભલે જાગિયાં.

ગરવા દેવંગી પરતાપે અમર બોલિયાં
તારા સેવકુંને ચરણુંમાં રાખ
જીવન ભલે જાગિયાં.