પુરાતન જ્યોત/સંત દેવીદાસ/ભજન: ૫. અમર ઝૂઝે રે તરવાર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ભજન: ૪. જીવન ભલે જાગિયાં પુરાતન જ્યોત
ભજન: ૫. અમર ઝૂઝે રે તરવાર
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
ભજન: ૬. સખીભાવ →અમર ઝૂઝે રે તરવાર

અમે પરબનાં ઓળગુ
અલખ દેવંગી ! તમારા ઓળગુ
પરગટ દેવીદાસ — અમેo

ભગતીમાં શૂરવીર અમર ઝૂઝે રે
અમર ઝૂઝે રે તલવાર
બાવાજી શાદલ, અમે પરબનાં ઓળગુ.

પછમ ખેતર બાવા, પીરનાં ના
ગઢ આજ જૂનો રે
ગઢ આજ જૂનો ને ગરનાર
— બાવાજી શાદુળ, અમે૦

અઢાર વરણ જમે એક ઠામે
ભોજન કરે રે
ભોજન કરે રે દુવાર
— બાવાજી શાદુળ, અમે૦

નામ રે તણા નેજા રોપિયા,
ભજન કરવાં રે ભરપૂર
— બાવાજી શાદુળ, અમે૦

નજ્યા પંથી ને સકોમળાં
કળજગ ના'વે લગાર
— બાવાજી શાદુળ, અમે૦

અમર સતી માતુ વીનવે
લાગું મારા ગુરુજીને પાય
જુગોજુગ તમારાં ટેલવાં
રાખો ચરણુંની સંગાથ
બાવાજી શાદુળ, અમે રે પરબુંનાં ઓળગુ.