પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
મદ્રાસમાં વ્યાખ્યાન

મદ્રાસમાં વ્યાખ્યાન દૃષ્ટિએ તમામ બ્રિટિશ રૈયતના “સમાન હક” અને સમાન અધિકારનો સિદ્ધાંત સ્પષ્ટતાપૂર્વક નિશ્ચિત કર્યો છે. ખરેખર, એ સિદ્ધાંતનો ઇન્કાર કરવાનું અશકય થઈ પડયું હોત. કારણ કે આપણી હિંદી રૈયત અર્ધી જૂની દુનિયામાં ગ્રેટ બ્રિટનની લડાઈઓ વફાદારી ને હિંમતથી લડતી આવી છે, અને તેની વફાદારીથી તે હિંમતથી તેણે બધા બ્રિટિશ લોકોની પ્રશંસા મેળવી છે. હિંદની જાતિઓમાં ગ્રેટ બ્રિટનનું અનામત લડાયક બળ રહેલું છે, ને એથી એ દેશના રાજકીય પ્રભાવ તથા પ્રતિષ્ઠામાં ભારે ઉમેરો થયો છે. લડાઈમાં આ લોકોનાં લોહી રેડાવવાં ને એમના શૌર્યનો ઉપયોગ કરવો, ને છતાં શાંતિ સમયનાં સાહસોમાં તેમને બ્રિટિશ રૈયતને નામે મળતું રક્ષણ આપવાનો ઇન્કાર કરવો એ બ્રિટિશ ન્યાયબુદ્ધિની અવગણના કરવા બરાબર છે. મધ્ય એશિયાથી ઑસ્ટ્રેલિયન વસાહતો સુધી ને સ્ટ્રેઈટ્સ સેટલમેન્ટ્સથી કૅનેરી ટાપુઓ સુધી આખી પૃથ્વી પર ધીમે ધીમે હિંદી કામદારો ને વેપારીઓ ફેલાતા જાય છે. તેઓ જ્યાં જાય છે ત્યાં એકસરખા ઉપયોગી અને સારું કામ કરનારા નીવડે છે, ગમે તે સરકારની હકૂમત હેઠળ તેઓ કાયદાને માન આપનારા, થોડામાં સંતોષ માનનારા ને સ્વભાવથી ઉદ્યમી રહે છે. પણ, મજૂરીનાં જે ક્ષેત્રોનો તેઓ આશરો લે છે ત્યાં આ જ સદ્ગુણોને લીધે તેઓ સબળ હરીફ થઈ પડે છે. સરવાળે ભલે એમની સંખ્યા લાખોની થતી હોય, પણ પરદેશોમાં કે બ્રિટિશ સંસ્થાનોમાં ઈર્ષા ઊભી કરે અને રાજકીય અન્યાયના જોખમમાં આવી પડે એટલી સંખ્યામાં તો હજી હમણાં હમણાં જ હિંદીઓ દેખાવા માંડયા છે. જૂન માસમાં જે હકીકતો અમે ધ્યાન પર આણી હતી, અને જેને ગયે અઠવાડિયે હિંદી પ્રતિનિધિમંડળે મિ. ચેમ્બરલેન સમક્ષ ભારપૂર્વક મૂકી હતી, તેના ઉપરથી જણાય છે કે હવે હિંદી મજૂરને આવી ઈર્ષા સામે રક્ષણ આપવાની અને અન્ય બ્રિટિશ રૈયત ભોગવે છે તે હકોની ખાતરી આપવાની આવશ્યકતા ઊભી થઈ છે. ૮૭ સજ્જનો, મુંબઈ નગરે પોતાનો અભિપ્રાય નિશ્ચિત શબ્દોમાં જણાવી દીધો છે. અમે તો હજી ઊછરતા ને બિનઅનુભવી છીએ. આપને, અમારા વડીલ અને વધારે મુક્ત ભાઈઓને, સંરક્ષણ માટે અપીલ કરવાનો અમને હક છે. દમનની ધૂંસરી તળે હોવાથી, અમે તો દુ:ખના માર્યા માત્ર આક્રંદ કરી શકીએ. આપે અમારું આક્રંદ સાંભળ્યું છે. અમારી ખાંધ પરથી ધૂંસરી નહીં ઊતરે તો તેનો દોષ હવે આપને માથે આવશે.૧ [મૂળ અંગ્રેજી] ૧૮૯૬માં ધિ પ્રાઈસ કરન્ટ પ્રેસ, મદ્રાસમાં છપાયેલા અને સભા વખતે ગાંધીજીએ વહેંચેલા વ્યાખ્યાનની નકલ પરથી. ૧, દક્ષિણ આફ્રિકામાં હિંદી પ્રત્યે થતા ગેરવર્તાવ સામે વિરોધ કરતા અને કનિવારણની માગણી કરતા રાવ સભાએ પછી પસાર કર્યા હતા.