પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ “તમે જે જે કહ્યું અને જે જે કર્યું તે ઇન્ડિયન કોંગ્રેસે પસંદ કર્યું ?' “હું ચોક્કસ એમ માનું છું. હું લોકોને નામે બોલતો હતો.” “આ સ્ટીમરોમાં કોઈ ગિરમીટિયા હિંદી નથી શું?’ “નથી. વેપારીઓને ત્યાં ગુમાસ્તી કરવા સામાન્ય નોકરીના કરાર અનુસાર આવનાર થોડાક છે, પણ ગિરમીટિયા કોઈ નથી. ઇન્ડિયન રૂમિપ્રેશન રૉ (હિંદી પ્રવાસી કાનૂન) મુજબ કોઈ અનધિકૃત માણસ ઘરકામ કરવા માટે કૉન્ટ્રેકટ કરીને હિંદીઓને લાવે એ ગેરકાયદેસર છે.” ૧૨૦ શરૂ કરવા ધારેલું હિંદી વર્તમાનપત્ર “નાતાલમાં એક વર્તમાનપત્ર શરૂ કરવાનો હિંદી કોંગ્રેસનો ઇરાદો નથી શું?’ “ઇરાદો હતો, પણ હિંદી કોંગ્રેસનો નહીં. કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર કાર્યકર્તા- ઓના એક મંડળનો વિચાર વર્તમાનપત્ર શરૂ કરવાનો હતો, પરંતુ તે માત્ર એટલા જ માટે છોડી દેવો પડી કે હું તે તથા બીજાં કામ માટે સમય આપી શકું તેમ નહોતું, અને બીજી સામગ્રી લેતા આવવાની સૂચના મને મળી હતી, પણ મેં જોયું કે હું એ કામ નહીં કરી શકું એટલે હું કશું લાવ્યો નહીં. જે સજ્જનો સાથે અહીં આવવા બાબત મારે વાતચીત ચાલતી હતી તેમને જો અહીં આવવા હું સમજાવી શકો હોત તો હું એ બધી સામગ્રી લઈ આવત. પણ એ વાત પડી ભાંગી એટલે હું કંઈ લાવ્યો નહીં.” “સાંસ્થાનિકોની આ ચળવળ બાબત હિંદી કોંગ્રેસે શાં પગલાં લીધાં છે?’ “હું જાણું છું ત્યાં સુધી, કોંગ્રેસે કશાં જ પગલાં નથી લીધાં.” મિ. ગાંધીની યોજનાઓ “લડત બાબત તમારી શી યોજના છે?’ “જો મને સમય આપવામાં આવે તો, મારી યોજના હાલ એ છે કે બે દેશનાં હિતો વચ્ચે કશો વિરોધ નથી એ બતાવી આપું તથા સંસ્થાને હાલ જે વલણ ધારણ કર્યું છે તેનો કોઈ રીતે બચાવ થઈ શકે તેમ નથી : એ પણ બતાવી આપું તથા સાંસ્થાનિકોને સમજાવું કે જે કાર્ય વિષે મને રસ છે, તેને માટે મેં જે કંઈ કર્યું છે તે વાજબી છે. બેશક સંસ્થાનમાં પ્રવેશતા હિંદીઓના સ્વાતંત્ર્ય પર અંકુશ મૂકતા જે કોઈ કાયદા પસાર કરવામાં આવે તેનો વિરોધ તો અમારે કરવો જ ોઈએ, એ બાબત સ્વાભાવિક રીતે જ હું હિંદ સરકારના પૂરેપૂરા ટેકાની આશા રાખું છું. હિંદીઓના આગમનથી આખું સંસ્થાન દબાઈ જાય એવો કોઈ ભય નથી. કુરલૅન્ડ સ્ટીમર પોતાની એક સફરમાં લગભગ સો નવા આગંતુકોને પાછા હિંદ લઈ ગઈ હતી. આથી નેતાઓને મારી વિનંતી છે કે સંસ્થાન સમક્ષ કડક નીતિ રજૂ કરતાં પહેલાં પોતાની હકીકતોની ચોકસાઈ કરી લે. મુક્ત હિંદીઓની સંખ્યા વસ્તુત: વધતી નથી. છત અને માગનો નિયમ આવતા-જતા મુસાફરોની સંખ્યાનું નિયંત્રણ કરતો હોય છે.” મિ. ગાંધીએ ખબરપત્રીને વિનંતી કરી કે મને મારા અભિપ્રાયો વ્યક્ત કરવા માટે તક આપવા સારુ ડવર્ટારના તંત્રીનો મારા તરફથી ખૂબ આભાર માનજો. ૧. નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસને ઉલ્લેખ છે; તુએ પુસ્તક ૧, પા. ૯૬. ૨. “મુક્ત એશિયાઈ લેકને વધુ ધસારા” અટકાવવાનાં પગલાં ભરવા સારુ ચળવળ ચલાવવા અર્થે યુરેપિયનોએ નવેમ્બર ૧૮૯૬માં કોલેનિયલ મેટ્રિયાટિક યુનિયન’ નામે સંસ્થા સ્થાપી હતી. જીએ પા. ૧૩૯.