પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગાંધીજીનો અક્ષરદેહ.

૨ ગાંધીજીનો અક્ષરદેહ ત્યાં સુધી, આપણે શાંતિથી બેસવું ન જોઈએ. જો એ કાયદો રદ ન કરાવી શકાય તો, આ રીતે મજૂરો મોકલવાનું મુલતવી રાખવાની વિનંતી કરતો ઠરાવ મદ્રાસ સભાએ પસાર કર્યો હતો. કલકત્તા, ૧–૧૧–૧૮૯૬ મો. ક. ગાંધી દક્ષિણ આફ્રિકાના એક લાખ હિંદીઓ તરફથી ભારતની જનતાને આ એક અપીલ છે. એ દેશમાં સમ્રાજ્ઞીની હિંદી રૈયતને જે કષ્ટ પડે છે તે હિંદની જનતા સમક્ષ રજૂ કરવાનું કામ એ સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતા આગેવાન સભ્યોએ મને સોંપ્યું છે. દક્ષિણ આફ્રિકા ખુદ પોતે એક ખંડ છે. તે અનેક રાજ્યોમાં વહેંચાયેલો છે. એ રાજ્યો પૈકી નાતાલ અને કેપ ઑફ ગુડ હોપનાં સંસ્થાનો, તાનું સંસ્થાન ઝૂલુલૅન્ડ, અને દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક એટલે કે ટ્રાન્સવાલ, ઑરેન્જ ટ્રી સ્ટંટ અને સનદી પ્રદેશોમાં તે તે દેશના વતનીઓ તથા યુરોપિયનો સાથે ઓછીવત્તી સંખ્યામાં હિંદીઓ પણ વસેલા છે. પોર્ટુ ગીઝ હકૂમતવાળા પ્રદેશો– ડેલાગોઆ બે, બેઈરા અને મોઝામ્બિક — માં હિંદીઓની વસ્તી મોટી છે, પણ ત્યાં હિંદીઓને સામાન્ય પ્રજા કરતાં અલગ એવી કોઈ મુસીબત નથી. નાતાલ હિંદીઓની દૃષ્ટિએ, દક્ષિણ આફ્રિકાનો સૌથી અગત્યનો વિભાગ નાતાલ છે. ત્યાંના સ્થાનિક વતનીઓની વસ્તી આશરે ૪,૦૦,૦૦૦, યુરોપિયનોની લગભગ ૫૦,૦૦૦ અને હિંદીઓની આશરે ૫૧,૦૦૦ છે. હિંદી વસ્તી પૈકી આશરે ૧૬,૦૦૦ હાલ ગિરમીટિયા તરીકે કામ કરે છે, આશરે ૩૦,૦૦૦ ગિરમીટમાંથી મુક્ત થઈને સ્વતંત્ર રીતે ત્યાં વસેલા છે, અને બીજા આશરે ૫,૦૦૦ વેપારરોજગાર કરે છે. વેપારરોજગાર કરનારા લોકો અલબત્ત પોતાને ખર્ચે આ વસાહતમાં આવ્યા હતા. અને કેટલાક તો પોતાની સાથે મૂડી પણ લાવ્યા હતા. ગિરમીટિયા હિંદીઓ મદ્રાસ અને કલકત્તા બાજુની મજૂર વસ્તીમાંથી લાવવામાં આવ્યા છે. તેમની સંખ્યા લગભગ સરખી છે. મદ્રાસથી આવેલા લોકો સામાન્ય રીતે તામિલભાષી છે ને કલકત્તાથી આવેલા હિંદી બોલે છે. તેઓમાં મોટે ભાગે હિંદુઓ છે; મુસલમાનોની સંખ્યા પણ ઠીક ઠીક છે. ચોકસાઈથી જોઈએ તો, એઓ ન્યાતજાતનાં બંધન પાળતા નથી. ગિરમીટમાંથી મુક્ત થયા પછી તેઓ બાગકામ કે શાકભાજીની ફેરી કરે છે ને મહિને બેત્રણ પાઉન્ડ કમાય છે; કેટલાક નાની દુકાન પણ ખોલે છે. પરંતુ દુકાનદારીનો ધંધો ખરેખર તો મુખ્યત્વે ૫૦૦૦ હિંદીઓના હાથમાં છે. તેમાંના મોટા ભાગના મુંબઈ ઇલાકાના મુસ્લિમ સમાજમાંથી આવેલા છે. તેઓ પૈકી કેટલાક સારી સ્થિતિમાં છે. ઘણા મોટા જમીનદારો છે, તે બે તો હવે વહાણોની માલિકી ધરાવે છે, એક જણ પાસે વરાળથી ચાલતું તેલ પીલવાનું નાનું યંત્ર છે. તેઓ કાં તો સુરતના, અગર મુંબઈની આજુબાજુના જિલ્લાના, કે પોરબંદરના છે. સુરતના ઘણા વેપારીઓ ડરબનમાં કુટુંબ સહિત વસેલા છે. આમાંના ઘણાખરા લોકો અને સરકારી મદદથી આવેલા ગિરમીટિયાઓ પણ પોતાની ભાષા, કોઈ માને નહીં તેટલા પ્રમાણમાં, લખીવાંચી જાણે છે. નાતાલ ધારાસભાનાં બંને ગૃહોના સભ્યોને સંબોધી મેં એક ‘ખુલ્લો પત્ર’ર લખ્યો હતો. તેમાંથી એ સંસ્થાનના સામાન્ય યુરોપિયનો હિંદીઓ તરફ કેવો વર્તાવ રાખે છે તે દર્શાવવા નીચેનું અવતરણ આપું છું; ૧. જીએ પા. ૩૭–૩૮. ૨. મૂળ પાડ માટે જીએ પુસ્તક ૧, પા. ૧૦૫-૨૩.