પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
ડબલ્યુ. ડબલ્યુ. હન્ટરને પત્ર

ડબલ્યુ. ડબલ્યુ. હન્ટરને પત્ર ૧૨૫ રોષ ભરેલા પત્રો, મુખ્યત્વે બનાવટી નામે પ્રગટ થયે ગયા. જ્યારે આ ચાલતું હતું ત્યારે વર્તમાન પત્રોમાં એવી મતલબનાં નિવેદનો પ્રસિદ્ધ થયાં કે હિંદીઓએ સંસ્થાનને મુક્ત હિંદીઓથી ભરી દેવાનો વ્યવસ્થિત પ્રયાસ કર્યો છે. આ જ અરસામાં મારા ચોપાનિયાને લગતો રૂટર એજન્સીનો તાર પ્રસિદ્ધ થયો, ને તે તારથી સાંસ્થાનિકો ખૂબ રોષે ભરાયા. હિંદીઓને લૂંટવામાં આવે છે, મારપીટ કરવામાં આવે છે વગેરે મેં કહ્યું છે એવું તારમાં જણાવ્યું હતું, પરંતુ વર્તમાનપત્રોને જ્યારે ચોપાનિયાની પ્રત મળી ત્યારે તેમણે જણાવ્યું કે મેં પહેલાં નાતાલમાં ન કહ્યું હોય, અને તે સાચું ન મનાયું હોય, એવું કશું મેં ચોપાનિયામાં કહ્યું નથી. પરંતુ સામાન્ય જનતાએ ટરે આપેલા સાર પરથી પોતાનો અભિપ્રાય બાંધી દીધો હતો, અને તેના મનમાં કડવી લાગણી ચાલુ રહી. પછી આવ્યા મુંબઈ અને મદ્રાસની સભાઓને લગતા તાર. તે ખોટા તો ન હતા; પણ તે રૂટરના સાર સાથે વંચાયા ને પરિણામે લાગણી વધારે કડવી બની. દરમિયાન મોટી સંખ્યામાં હિંદીઓને લઈને સ્ટીમરો તો આવતી જ હતી. આવનાર હિંદી- ઓની સંખ્યાના સમાચાર વર્તમાનપત્રોમાં ધ્યાન ખેંચાય એવી રીતે અને અતિશયોક્તિપૂર્વક આપવામાં આવતા હતા. એ જ સ્ટીમરો પાછી વળતાં લગભગ એટલી જ સંખ્યા પરત લઈ જતી હતી તેની કોઈ નોંધ લેતું નહોતું અને કારીગરોને કંઈ પણ આધાર વગર એમ સમજા- વવામાં આવ્યું કે આ સ્ટીમરો મુખ્યત્વે હિંદી કારીગરોને લાવે છે. આને પરિણામે હિંદી-વિરોધી મંડળોની’ સ્થાપના થઈ, ને તેમની સભાઓમાં ઠરાવ કરીને નાતાલ સરકાર પાસે મુક્ત હિંદીઓને આવતા રોકવાની, તેમને સ્થાવર મિલકતના માલિક થતા અટકાવવાની વગેરે માગણીઓ કરવામાં આવી. વેપારીઓ આ મંડળોને બહુ અગત્ય આપતા નથી. તેમાં મુખ્યત્વે કારીગરો અને થોડાક ધંધાદારી માણસો છે. આ બધું ચાલતું હતું ત્યારે સમાચાર આવ્યા કે બુરબૅન્ડ અને વરી નામે બે સ્ટીમરો હિંદી મુસાફરોને લઈને નાતાલ આવે છે. હું કુરલૅન્ડ પર હતો. હું બ્રિટિશ ઇન્ડિયાની સ્ટીમર પૈકી એકમાં જનાર હતો, પરંતુ ડરબનથી તાર આવ્યો કે, ‘જલદી પાછા ફરોને એટલે મારે રજૅન્ડમાં પ્રવાસ કરવાનું જરૂરી થઈ પડયું. આ સમાચાર જેવા જાહેર થયા કે તરત જ વર્તમાન- પત્રોએ અને ડરબનની ટાઉન કાઉન્સિલે (નગર પરિષદે) મુંબઈને રોગગ્રસ્ત બંદર જાહેર કરવા માગણી કરી. સ્ટીમરો ૧૮મી તારીખે નાતાલ પહોંચી અને મુંબઈ છોડવાની તારખધી` ૨૩ દિવસ લગી કવૉરૅન્ટીનમાં નાખવામાં આવી. મુંબઈને રોગગ્રસ્ત બંદર જણાવનાર જાહેરનામા પર તા. ૧૮ ડિસેમ્બર હતી, ને તા. ૧૯મીએ ગૅઝેટના અસાધારણ અંકમાં એ પ્રસિદ્ધ થયું. મુંબઈથી નીકળ્યાના ૨૩ દિવસની અર્થાત્ પાંચ દિવસની કવૉરેન્ટીનનો હુકમ આપનાર આરોગ્ય અધિકારીને બરતરફ કરવામાં આવ્યો ને તેને સ્થાને બીજો નિમાર્યા. પહેલી વૉરેન્ટીનની મુદત પૂરી થયે એ સ્ટીમરોની મુલાકાતે આવ્યો ને તે દિવસથી બાર દિવસની કવૉરૅન્ટીન નાખી. આ બે સ્ટીમર ૧. તુએ પા. ૧૩૭. ૬. જીએ પા. ૫૦, ૬૭. ૩. હિંદ પાછા ફરતા હિંદીઓને અહીં ઉલ્લેખ છે. ૪. યુરોપિયન પ્રાર્ટેકશન એંસેસિયેશન (યુરેપિયન રક્ષણ મંડળ) તથા કોલેનિયલ મૅટ્રિયાટિક યુનિયન (સાંસ્થાનિક દેશભક્ત મંડળ); તુએ પા. ૧૩૮-૯. ૫. જીએ પા. ૯૨. ૬. જી પાદટીપ ૫, પા. ૧૨૨.