પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
હિંદનો દુકાળ

૧૨૯ હિંદનો દુકાળ મરણની સંખ્યા, ૧૯,૭૦,૦૦,૦૦૦ની વસ્તીમાં સામાન્ય આરોગ્યની ઋતુઓ દરમિયાન થાય તે કરતાં ૫૨,૫૦,૦૦૦ વધારે હતી.” આ કટોકટીના સમયમાં થયેલું કુલ ખર્ચ ૧,૧૦,૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ છે. હાલનો દુકાળ એટલો ભીષણ છે કે એ ભૂતકાળના સૌ દુકાળને ટપી જાય એવો સંભવ છે. એનું દુ:ખ તીવ્ર તો કયારનું થઈ ચૂકયું છે. પણ સૌથી ખરાબ સમય તો હજી ઉનાળો બેસશે ત્યારે આવશે. હું માનું છું કે હિંદ તરફથી બ્રિટિશ સંસ્થાનોને આ પહેલી જ વાર અપીલ કરવામાં આવી છે. તેથી આશા છે કે તેનો જવાબ ઉદારતાપૂર્વક આપવામાં આવશે. સંસ્થાનોને અપીલ કરતાં પહેલાં કલકત્તાની મધ્યસ્થ દુકાળ સમિતિએ મદદ મેળવવાના સૌ માર્ગ લઈ જ લીધા હશે;૧ અને અપીલની આવશ્યકતા અનુસાર જો અહીં પૂરતો જવાબ નહીં મળે તો સ્થિતિ ભારે દયામણી થશે. એ વાત સાચી કે દક્ષિણ આફ્રિકામાં પણ પરિસ્થિતિ કંઈ ખાસ સુખદ નથી, પણ એટલું તો કબૂલ કરવામાં આવશે કે હિંદ અને દક્ષિણ આફ્રિકાના સંકટ વચ્ચે કોઈ સરખામણી થઈ શકે એમ નથી. અને જો નાતાલના ધિનોની પાસે ખુદ દક્ષિણ આફ્રિકાના ગરીબ લોકો માટે પૈસાની માગણી કરવામાં આવે તોપણ મને વિશ્વાસ છે કે ભૂખમરાને આરે આવેલા પોતાના લાખ્ખો હિંદવાસી બંધુઓ ખાતર વધુ નાણાં કાઢતાં તેઓ અચકાશે નહીં. યુનાઈટેડ કિંગ્ડમ (ગ્રેટ બ્રિટન અને આયલૅન્ડ)માં હોય કે બ્રિટિશ સંસ્થાનોમાં હોય, બ્રિટિશ પરોપકાર ભાવના અને માનવપ્રેમ દલિત દુ:ખી મનુષ્યજાતિને માટે, આ પહેલાંના પ્રસંગોએ થઈ છે તેમ, ગમે ત્યાં અને ગમે તેટલી વાર, જાગ્રત થશે, એની મને ખાતરી છે. [મૂળ અંગ્રેજી fધનાતાજી મર્ક્યુરી, ૪-૨-૧૮૯૭ ૧. એ પા. ૨૩૯. ગાં.૨-૯ હું છું, ઇત્યાદિ, મો. ક. ગાંધી