પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
ગાંધીજીનો અક્ષરદેહ.

________________

૧૪૦ ગાંધીજીનો અક્ષરદેહ થતાં ગિરમીટિયા હિંદીઓના ફરજિયાત સ્વદેશગમનનો સિદ્ધાંત સ્થાપિત કરવાની યુરોપિયન સાંસ્થાનિકોની ઇચ્છાને નામદાર સમ્રાજ્ઞીની સરકારે નમનું આપ્યું તેથી એમને હવે વધારે માગણીઓ રજૂ કરવાનું પ્રોત્સાહન મળ્યું છે. (યુરોપિયનોનો) સિહભાગ ધરાવતી ભાગીદારીમાં હિંદી કોમ જોડાય એવી એમની અપેક્ષા છે. હિંદીઓએ આપવાનું બધું, પણ લેવાનું કહેવા લાયક કશું નહીં. આપના અરજદારો હૃદયપૂર્વક આશા રાખે છે કે આટલી દેખીતી અન્યાયી વ્યવસ્થાની બાબતમાં નામદાર સમ્રાજ્ઞીની સરકાર કદી પણ રમત નહીં થાય અને તે હિંદીઓને સરકારી મદદથી નાતાલ મોકલવાનું બંધ કરી દેશે. | | સંઘની આ અરજીથી તેના પુરસ્કર્તાઓનું ખેદજનક અજ્ઞાન અને ગંભીર પૂર્વગ્રહ જણાઈ આવે છે. આપના અરજદારોએ એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે અરજીમાં નિદેશેલાં બ્રિટિશ સંસ્થાનોમાં, બતાવેલા પ્રકારના વર્ગભેદના ધારા હજી પસાર કરવા દેવામાં આવ્યા નથી. નાતાજી મથુરએ પોતાના નવેમ્બર ૨૮ના અગ્રલેખમાં સંઘને યાદ દેવડાવ્યું હતું તે અનુસાર, “સાચી પાત તો એ છે કે એ સંસ્થાનોમાં જે કાયદા અમલમાં છે તે લગભગ બધા જ ચીના લોક સામે કરેલા છે.” અને જો આવા કાયદા ભવિષ્યમાં થવાના હોય તોપણ, આ સંસ્થાન અને અન્ય સંસ્થાનો વચ્ચે કોઈ સરખામણીને સ્થાન નથી. હિંદી મજૂરી વિના નાતાલને ચાલે એમ નથી. મજૂરો સિવાયના હિંદીઓ સામે એને પોતાનાં દ્વાર બંધ કરવાં છે. એ ભાગ્યે સુરાંગત કહેવાય. પણ ઑસ્ટ્રેલિયાનાં સંસ્થાનોની તરફેણમાં એટલું તો કહી શકાય કે જો એમનું ચાલે તો તેઓ પોતાને ત્યાં કશા ભેદ વિના સૌ હિંદીઓનો પ્રવેશ અટકાવવા માગે છે. ગોરી અને કાળી જાતિઓ વચ્ચેનું પ્રમાણ અવશ્ય બહુ વિષમ છે; પરંતુ તેને માટે હિંદીઓ, તેમને કાળી જાતિમાં ગણવાના હોય તોપણ, કોઈ રીતે જવાબદાર નથી. આ વિષમતા તો દક્ષિણ આફ્રિકામાં ૫0,000 યુરોપિયનો સામે ૪,૦૦,૦૦૦ આદિવાસીઓ હોવાને લીધે છે. હિંદીઓ જે હાલ ૫૧,૦૦૦ છે તે વધીને ૧,૦૦,૦૦૦ જેટલા થાય તો પણ આ પ્રમાણ ઉપર એમની ઝાઝી અસર થવાની નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “એશિયાઈ જાતિઓના આગમનથી આ સંસ્થાનના આદિવાસીઓને ભારે હાનિ થશે” કારણ કે એશિયાઈ મજૂર સસ્તા પડે છે. હવે જે આદિવાસીઓ કોઈ પણ સ્થાન લઈ શકે એમ હોય તો તે માત્ર ગિરમીટિયા હિંદીઓનું જ છે; પરંતુ સંઘ ગિરમીટિયા હિંદીઓને તો રોકવા ઇચ્છતો નથી. હકીકત તો એ છે કે, ઉચ્ચતમ અધિકારીઓએ કહ્યું છે કે, હાલ ગિરમીટિયા હિંદીઓ જે કામ કરે છે તે આદિવાસીઓ કરી શકે એમ નથી, અને કરશે પણ નહીં. આ બધી ચળવળ છતાં, વસાહતી ખાતાના હેવાલો પરથી જણાય છે તેમ ગિરમીટિયા હિંદીઓ માટે હંમેશ કરતાં અત્યારે વધુ માગ છે. વળી એ પણ કબૂલ કરવામાં આવેલું છે કે મુક્ત હિંદીઓ જે એકલાની જ સામે સંઘનો વાંધો છે તેમની અને આદિવાસીઓની વચ્ચે કોઈ જાતની હરીફાઈ છે જ નહીં. હિંદીઓનાં નીચાં નૈતિક ધોરણ અને અનારોગ્યકર ટેવો વિશે જે ફરિયાદ કરવામાં આવી છે તે બાબતમાં આપના અરજદારો માટે કશું પણ કહેવાની જરૂર નથી. એ માત્ર એટલું દર્શાવે છે કે પૂર્વગ્રહ અરજી કરાવનારાઓને કયાં દોરી જાય છે. પરંતુ આપના અરજદારો નામદાર સમાજ્ઞીની સરકારને વિનંતી કરે છે કે ટ્રાન્સવાલ હિંદી લવાદી (ટ્રાન્સવાલ ઇન્ડિયન આબિટ્રેશન) બાબત અમે મોકલેલા અરજપત્ર સાથે ડૉ. વીલનું, તથા તે મતલબનાં બીજાં સર્ટિફિકેટ જોડેલાં હતાં તે જોવા કૃપા કરશો. એ સર્ટિફિકેટ જણાવે છે કે વર્ગનો ખ્યાલ ૧. જુઓ પા. ૧૧૪. ||