પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
ગાંધીજીનો અક્ષરદેહ.

________________

૧૪૬ ગાંધીજીનો અક્ષરદેહ આ ઉપરથી એ જણાઈ આવે છે કે કવૉરેન્ટીનનું પ્રયોજન પ્લેગને સંસ્થાનમાં આવતો અટકાવવા કરતાં, વધારે તો મુસાફરોને હેરાન કરીને હિંદ પાછા મોકલવાનું હતું. પછી અધ્યક્ષ સરકારને નીચેનો તાર કર્યા : | તાર માટે આપનો આભાર માનવા મને સમિતિએ સૂચના આપી છે, અને હવે સરકારને વિનંતી કરવાની કે તેણે નારી અને પુરસ્કે સ્ટીમર પરના મુસાફરોને તેમના કિનારે ઊતરવા સામે પ્રબળ લોકલાગણીની ખબર આપવી અને સંસ્થાનને ખર્ચ તેમને હિંદ પાછા ફરવા વિનંતી કરવી. કૅપ્ટન સ્પાસે બીજી સભા સાતમી જાન્યુઆરીને દિવસે, ફરીથી ટાઉનહૉલમાં બોલાવી અને તેમાં નીચે મુજબ ઠરાવો થયા : આ સભા સરકારને વિનંતી કરે છે કે મુક્ત હિંદીઓને આવતા અટકાવવા માટે પાર્વમેન્ટ સરકારને સત્તા આપતો કાયદો કરી શકે તે દરમિયાન તેમને આવતા અટકાવવા માટે કામચલાઉ પગલાં લેવા સરકારે પાર્લમેન્ટની ખાસ બેઠક બોલાવવી; (અને) હિંદીઓ બંદર પર ઊતરે ત્યારે આપણે દેખાવો કરતા કરતા ધક્કો પર જઈશું, પરંતુ દરેક જણ નેતાઓના હુકમ અનુસાર વર્તવા બંધાય છે. સભામાં થયેલાં ભાષણો પરથી સ્પષ્ટ જણાય છે કે સરકારની આ સભાના ઉદ્દેશ સાથે સંપૂર્ણ સહાનુભૂતિ હતી. સભાના બળવાખોર વલણનો સરકારને વિરોધ કરવો ન હતો, અને કવૉરેન્ટીનનો અમલ બીજું કાંઈ નહીં પણ, શકય હોય તો, મુસાફરોને ઊતરતા અટકાવવાનું એક સાધન માત્ર ૭૪ હતું, તથા પાર્લમેન્ટની ખાસ બેઠક કવૉરેન્ટીનની મુદત અનિશ્ચિતપણે લંબાવવા માટે સત્તા આપતું બિલ પસાર કરવા માટે બોલાવવાની હતી. આ ભાણષમાંના નીચે આપેલા ઉતારાઓથી અમારી વાતને સમર્થન મળે છે: કદાચ જો સરકાર આપણને મદદ ન કરી શકે તો (એક અવાજ: આપણે પોતે પોતાને મદદ કરી લઈશું.) આપણે પોતે પોતાને મદદ કરી લેવી જોઈએ (જોરથી તાળીઓ). કૅપ્ટન વાયલીએ પોતાના ભાષણમાં એવું કહેવું કહેવાય છે કે : - ' હવે, તમે જાણીને ખુશી થશો કે સરકારના સભ્યોએ કહ્યું હતું કે આપણે (સભાએ) જે પગલાં ભર્યું તેણે ધ્યેયની પૂર્તિમાં અત્યારે પહેલાં આ સંસ્થાનમાં બીજા કશાએ મદદ કરી હોય તે કરતાં વધારે મદદ કરી છે. (તાળીઓ). આમ, કદાચ, અજાણતાં પણ ચોક્કસપણે તેમણે એ આંદોલનના આગેવાનોને આગળ પગલું લેવા પ્રેર્યા, - પરંતુ સાથે સાથે જ તમારે યાદ રાખવું જોઈએ કે આ કામ પાર ઉતારતાં એવું કોઈ અવિચારી કાર્ય ન જ કરવું જોઈએ કે જેથી આપણો અંતિમ હેતુ નિષ્ફળ જાય. આપણે ધ્યાન રાખવું કે આંખ મીંચીને ધક્કા પરથી કૂદી જવાનું નથી, જેથી બીજાઓને ઊતરી જવાની જગા મળે. (હસાહસ). છેલ્લી સભામાં ડૉ. મૅકેન્ઝીએ કહ્યું હતું કે : | એ હિંદી લોકને લાયક સ્થાન હિંદી મહાસાગર છે (હસાહસ), એમને એ સ્થાન લેવા દો. ત્યાંના પાણી પરના એમના હકનો આપણે વિરોધ નહીં કરીએ. પણ એ મહાસાગરને અડીને જમીન છે તે પર હક ન કરવા દેવાની આપણે કાળજી રાખવી જોઈએ. આજ સવારે લગભગ બે કલાક સુધી મિ. ઍસ્કમ્બે મુલાકાત વખતે સમિતિ પ્રત્યે ન્યાયસરનો