પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર સંમતિ આપશે નહીં. વર્તમાન પરિસ્થિતિમાં ભલે એથી ખીજ ચડે, પણ વ્યક્તિસ્વાતંત્ર્ય બંધારણનો મુખ્ય આધાર છે એ ભુલાવું ન જોઈએ. કાળી તથા પીળી પ્રજાઓની હરીફાઈથી બ્રિટનને પોતાને ખૂબ સોસવું પડે છે. સિદ્ધાંત તરીકે જેઓ એશિયાઈ લોકની વધારેમાં વધારે નિંદા કરે છે એવા ઘણા લોક એશિયાઈ પાસેથી વધારે સસ્તો મળતો માલ ખરીદીને તેને સંગીન મદદ કરતાં અચકાતા નથી.—fધ ટામ્સ ઍગ઼ઝ નાતાજી, ૮ જાન્યુઆરી, ૧૮૯૭, ૧૬૧ દેખાવો યોજનાર નેતાઓએ ગુરુવારની સભામાં ગંભીર જવાબદારીઓ વહોરી હતી અને કેટલાંક ભાષણોમાં સૌમ્યતા દેખાતી નહોતી. દાખલા તરીકે, ડૉ. મૅકેન્ઝીએ પૂરતી વિવેકશક્તિ વાપરી ન હતી, મિ. ગાંધી સાથે કરવાના વર્તન બાબત એણે જે મોઘમ સૂચનો કર્યાં તેમાં જરાયે સાવચેતી રાખવામાં નહોતી આવી. ૩૩ અને નાવરી- માંથી હિંદીઓને ઊતરવાના ધક્કા ઉપર જેઓ એકઠા થશે તેઓ “શાંત” રહેશે એમ કહેવાય છે, પણ ટોળાને ઉશ્કેર્યા પછી, કોઈ હિંદી ઉતારુના શરીરને કંઈ ઈજા નહીં થાય એની ખાતરી કોણ આપી શકે? અને દેખાવો વખતે કંઈ હાનિ થઈ તો તેને માટે નૈતિક રીતે જવાબદાર કોણ ? એક કે એકસો નેતા થોડાક હજાર લોકને શાંત રહેવા અપીલ ભલે કરે; પણ જ્યારે ટોળાને સ્વાભાવિક રીતે સૌ મુક્ત હિંદીઓ વિષે કડવી લાગણી છે અને જે તાજેતરની ચળવળને કારણે નવા આવનારાઓ તથા મિ. ગાંધી સામે વધારે ઉગ્ર બની છે, ત્યારે આવા ટોળા પર આવા નેતાઓનો શો કાબૂ રહી શકનાર છે? -- નાતાજડવર્ટાફ્સર, ૯ જાન્યુઆરી, ૧૮૯૭. વર્તમાન ચળવળ મુખ્યત્વે હિંદી કારીગરોને લાવવા ઇમિગ્રેશન બોર્ડે કરેલા પ્રયાસનું પરિણામ છે, ને એ પ્રયાસને વર્તમાનપત્રોએ તરત ભારપૂર્વક વખોડી કાઢયો હતો. પણ હવે વર્તમાનપત્રો છેલ્લી હદે જઈને કવેળાનાં જલદ પગલાંની હિમાયત કરવા માગતાં નથી તેથી તેમને સખત શબ્દોમાં વખોડવામાં આવે છે. એશિયાઈ લોકને આવતા અટકાવવા માટે જલદ પગલાં લેતાં સામ્રાજ્ય સરકાર અચકાય તે માટે આપણે તેને દોષ દેવો ન જોઈએ. . . . આપણે યાદ રાખીએ કે હમણાં, આ પળ સુધી, નાતાલ સરકારના જ તંત્રનો આપણા પોતાના હેતુઓસર આ એશિયાઈ લોકને લાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જે એવી દલીલ કરવામાં આવે કે, જે વાંધો મુક્ત હિંદી લોક સામે છે તે ગિરમીટિયા સામે નથી, તો તે તદ્દન સાચી છે; પરંતુ શું સામ્રાજ્ય સરકારને, તથા હિંદ સરકારને પણ, એમ નહીં દેખાઈ આવશે કે એવો ભેદ આપણે માત્ર આપણા સ્વાર્થ માટે જ કરીએ છીએ, અને આપણા પોતાના લાભ અર્થે હિંદીઓના એક વર્ગના પ્રવેશને ઉત્તેજન આપવું, અને બીજા વર્ગને, તે આપણને નુકસાન કરે એવો સંભવ છે એમ કલ્પી લઈને, સખતાઈથી બાકાત રાખવા માટે બૂમો પાડવી એમાં ભાગ્યે જ ન્યાય રહેલો છે?-તારુ દવર્ટાક્ષર, ૧૧ જાન્યુઆરી, ૧૮૯૭. ડરબનવાળાઓની નીતિ અણઘડ, ‘એક ઘા ને બે કટકા’વાળી છે. તેમાં રાજસત્તા- ઓની કોઈ સમન્વિત નીતિ નથી કે કોઈ રાજદ્રારી વિચારવિનિમય નથી. આખું નગર ટોળે મળીને ધક્કા ઉપર જાય છે અને જાહેર કરે છે કે તેમના બંધુ પ્રજાજનો પૈકી અમુક લોકો કિનારે ઊતરવાના પોતાના શંકારહિત હકનો ઉપયોગ કરશે તો તેમનું લોહી રેડાશે. ગાં. ૨૦૧૧