પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૬૯ આવ્યા — જાણે કે કશા દેખાવો કદી થયા જ ન હતા. આ બધું બન્યા પછી કોણ એવી શંકા લાવ્યા વગર રહી શકે કે આ બધું અગાઉથી ગોઠવી રાખેલું ને નક્કી થયેલું હતું ? રસ્ફેન્ડના કપ્તાને વિધાન કર્યું કે મને સમિતિએ એમ માનવાને પ્રેર્યો હતો કે તેઓ સરકાર વતી કામ કરે છે; અને એમ પણ જણાવાયું છે કે સિમિત જે કરતી હતી તેની સરકારને જાણ હતી અને તેની સંમતિ પણ હતી. જો આ કથનો સાચાં હોય તો, એમાં સમિતિની અથવા સરકારની શુદ્ધ દાનત વિષે ગંભીર આક્ષેપ રહેલો છે. જો મિતિને સરકારની મંજૂરી મળેલી હતી, તો પોતાના પ્રસિદ્ધ થયેલા જવાબમાં સરકારે જે કામકાજને નામંજૂર રાખ્યું હતું તેને ખાનગીમાં તે ઉત્તેજન આપતી હતી, ને આમ એ બેવડી રમત રમતી હતી. જો મંજૂરી મળેલી ન હતી, તો બેવડી રમતનો આરોપ સમિતિને માથે મૂકવો જોઈએ. અમને આવાં વિધાનો માનતાં નારાજી જ થાય, કારણ કે કોઈ મહાન કાર્ય આવી રીતોથી પાર પડતું નથી. — fધનાતાજ વર્ટાફ્સર, જાન્યુઆરી ૧૪, ૧૮૯૭, દેખાવો યોજનારી સમિતિ તરફથી રજૅન્ડના કપ્તાનને મોકલવામાં આવેલો પત્ર અમે ગઈ કાલે પ્રસિદ્ધ કર્યા છે; એથી સમિતિએ, પોતે સરકાર વતી કામકાજ કરે છે એવું ખોટી રીતે જાહેર કર્યું હતું એ આરોપ ટકી શકતો નથી. જોકે પત્રના ધ્વનિ પરથી અને ઍટર્ની જનરલ વિષે કરેલા ઉલ્લેખ પરથી કપ્તાનને એ અનુમાન પર આવવા માટે દોષ દઈ શકાય એમ નથી. પણ એ પત્ર બીજી એક વૈકલ્પિક વહેમ માટેની ભૂમિકા પૂરી પાડે છે કે, સરકારે ગેરકાયદે પગલાં સામે ચેતવણી આપેલી તેમ છતાં, તે સિમિત સાથે લગભગ મળી ગઈ હતી. આ પત્ર અનુસાર તો એમ જણાય છે કે જે ઍટર્ની જનરલે અગાઉ કબૂલ કરેલું કે હિંદીઓને સંસ્થાનમાં આવતા અટકાવવા માટે કોઈ કાયદેસર સાધન નથી, તેઓ, જેને કશું કાયદેસર સ્થાન નથી અને જે ધમકીની ગેરકાયદે રીતો અનુસરે છે, એવી મંડળીના હુકમને વશ થઈ, આવેલા લોકોને પૈસા આપી પાછા કાઢવાની નીતિ ખાતર જાહેર નાણાં આપવાનું વચન આપવા જેટલા આગળ વધ્યા હતા. જ્યારે એ પ્રયાસ નિષ્ફળ ગયો ત્યારે દેખાવો કરવામાં આવ્યા ને સાથે જ ઍટર્ની જનરલ ઘટના સ્થળે વખતસર ઉપસ્થિત થયા. જૂની કહેણીનો ઉપયોગ કરીએ તો, આના પર ટીકાટિપ્પણ બીનજરૂરી છે. — fધ નાતા છુવાસર, જાન્યુઆરી ૨૦, ૧૮૯૭. - ગયા અઠવાડિયાની સઘળી ભાષણખોરી, કવાયત અને ગૂગલબાજી પછી, ડરબનના નાગરિકો ઇતિહાસ સર્જી શકયા નહીં, સિવાય કે પેલા નામ ન લેવા લાયક ગાંધીની આંખ પર એક સડેલો બટાકા ફેંકવો તેને ઐતિહાસિક બીના ગણવામાં આવે. ટોળાની બહાદુરીનાં કૃત્યો તો ઘણુંખરું ભવ્યમાંથી હાસ્યાસ્પદ બની જાય છે. અને બેપરવાઈથી કરવામાં આવતી આછીપાતળી દલીલોને ઘણી વાર તેટલી જ બેપરવાઈથી ફેંકવામાં આવતા ઈંડાનો સાથ હોય છે. . . . એક અઠવાડિયા લગી નાતાલ પ્રધાનમંડળે નામની પણ દરમિયાનગીરીનો દેખાવ સુધ્ધાં કર્યા વિના મામલાને આગળ વધવા દીધો; તેમની નીતિથી એવું જણાતું હતું કે જાણે આખા મામલાને ગેરસરકારી મંજૂરી મળેલી છે; પછી જ્યારે ડક્કાઓથી સારી અને મુરહેન્ડ સ્ટીમરો થોડાક સો વાર દૂર હતી ત્યારે મિ. એસ્કમ્બ ઘટનાસ્થળ પર દેખાયા, સક્રિય રીતે વચ્ચે પડયા; લોકો વીખેરાયા, અને થોડા કલાક પછી પોતાનો નિષ્ફળ ગયેલો જસો તેમણે ગાંધીની રિક્ષા ઊંધી વાળીને, આંખ પર