પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ હિંદીઓના સ્વાતંત્ર્યને નિયંત્રિત કરવા માટે અનેક આકરા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આપના અરજદારો નમ્રપણે અરજ કરે છે ને આશા રાખે છે કે નામદાર સમ્રાજ્ઞીની સરકાર આ સઘળું ઉપેક્ષા અને નિશ્ચિતતાના ભાવથી જોઈ રહી શકે નહીં અને જોઈ રહેશે નહીં. બ્રિટિશ સામ્રાજ્યની મેળ મેળાપની તથા તેની પ્રજાના વિવિધ વર્ગો વચ્ચે ન્યાયની જાળવણી બાબત જેમની જવાબદારી છે. તેઓ જ જો તેમની વચ્ચે ભેદભાવ અને વૈમનસ્ય ઉત્પન્ન કરે અથવા તેને ઉત્તેજન આપે, તો વિવિધ હિતો વચ્ચે સંઘર્ષ હોવાની સ્થિતિમાં, એ વર્ગને પરસ્પર મેળ જાળવવાને સમજાવવાનું કામ ઘણું મુશ્કેલ થઈ પડશે. નેક નામદાર સમ્રાજ્ઞીનાં સર્વે સંસ્થાનો સાથે છૂટથી વ્યવહાર રાખવાનો બ્રિટિશ હિંદીઓને હક છે, એ સિદ્ધાંત નામદાર સમ્રાજ્ઞીની સરકાર મંજૂર રાખતી હોય તો આપના અરજદારો વિશ્વાસ રાખે છે કે સામ્રાજ્ય સરકાર તરફથી કોઈ જાહેરનામું બહાર પડશે કે જે સાંસ્થાનિક સરકારો તરફથી થતી આવી વખોડવાલાયક પક્ષાપક્ષીની શકયતાને અટકાવે. ૧૭૨ કટોકટીના સમય દરમિયાન હિંદી કોમના વર્તન વિષે જાન્યુઆરી ૧૬ના અંકમાં નાતાજી વર્ટાક્ષરમાં આવેલું નીચેનું લખાણ નોંધવા યોગ્ય છે: આ અઠવાડિયાની ઉશ્કેરણી દરમિયાન ડરબનની હિંદી વસ્તીનું વર્તન બધી રીતે ઇચ્છવાજોગ હતું. પોતાના દેશબંધુઓ પ્રત્યેનું નગરજનોનું વલણ જોઈને એમને દુ:ખ તો થયું જ હશે. પણ તેમણે બદલો લેવાનો કશો જ પ્રયાસ ન કર્યો; પોતાની મૂક અને શાંતિપ્રિય વર્તણૂકથી અને સરકાર ઉપરના વિશ્વાસ વડે તેમણે જાહેર વ્યવસ્થા સાચવવાના કાર્યમાં અવશ્ય ફાળો આપ્યો. આપના અરજદારો શ્રી ગાંધીને લગતા બનાવ વિષે વધુ ઉલ્લેખ કરવા ઇચ્છતા નહોતા; પરંતુ તેઓ નાતાલમાં બે કોમ વચ્ચે દુભાષિયાનું કાર્ય કરતા હોવાથી, એમની સ્થિતિ બાબત કોઈ ગેરસમજ થાય તો, હિંદીઓના કાર્યને ગંભીર હાનિ પહોંચવાનો સંભવ છે. દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓને નામે એમણે હિંદમાં જે કર્યું હતું તેને વાજબી ઠરાવવા અત્રે પૂરતું કહેવાયું છે, પરંતુ, એ બાબતમાં વધારે ખુલાસો આપવા માટે, આપના અરજદારો નામદાર સમ્રાજ્ઞીની સરકારને પરિશિષ્ટ ૨૫ જોવા વિનંતી કરે છે. આ પૂર્વ મોકલેલાં વિનંતીપત્રોમાં નામદાર સમ્રાજ્ઞીની સરકારને આપના અરજદારો, હિંદ બહાર બ્રિટિશ હિન્દી રૈયતનો દરજ્જો નિશ્ચિત કરવાની વિનંતી કરતા આવ્યા છે; અને સાથે નમ્રતાપૂર્વક અરજ કરતા આવ્યા છે કે, ૧૮૫૮ના કૃપાળુ ઢંઢેરાની રૂએ, એ દરજ્જો નામદાર સમ્રાજ્ઞીની બીજી બધી રૈયતના દરજ્જા સાથે સમાન હોવો જોઈએ,૧ વાસ્તવમાં નામદાર લૉર્ડ રિપને સંસ્થાનો બાબત મોકલેલા એક ખરીતામાં એ દરજ્જાની એવી વ્યાખ્યા કરવામાં આવી છે કે “સામ્રાજય સરકારની ઇચ્છા છે કે સમ્રાજ્ઞીની હિંદી યત સાથે સામ્રાજ્યની બીજી સૌ રૈયત જેવું જ સમાન વર્તન રાખવું જોઈએ.” પણ ત્યાર બાદ ઘણા ફેરફાર થઈ ગયા છે તેથી, અને ખાસ તો એ નીતિથી વિરુદ્ધ કાયદા આ સંસ્થાનમાં પસાર કરવામાં આવ્યા છે તે કારણે એક વિધિસરના જાહેરનામાની સ્પષ્ટ આવશ્યકતા છે. ૧. સામ્રાળ્ય સરકારને મેાકલેલાં વિનંતીપત્રો માટે ઝુઆ પુસ્તક ૧, પા. ૮૯-૯૪, ૧૪૨-૬૦, ૧૬૫-૭૫, ૧૯૬-૭, ૨૩૫–૮ અને ૨૫૧-૬૮; ૧૮૫૮ના ઢંઢેરાને અનુલક્ષીને બ્રિટિશ રૈચત તરીકે હિંદી- એના દરજ્ત બાબત ઉલ્લેખ માટે તુએ પુરતક, ૧, પા. ૯૧, ૧૫૩, ૨૬૦, ૨૬૩ અને ૨૬૪; વળી જીએ આ પુસ્તકનું પા. ૨૫૮. ૨. તુ પુસ્તક ૧, પા. ૧૫૩,