પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૭૫ પહેલાં તેઓ જર્મન વહાોમાં તેમ જ બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપનીનાં વહાણમાં આવતા. બી. આઈ. એસ. એન.ની સ્ટીમરો ડેલાગોઆ બે ખાતે મુસાફરોને બીજાં વહાણમાં બદલી કરાવતી તેથી હિંદીઓ નાની ટુકડીઓમાં અહીં આવતા, એટલે કુદરતી રીતે, તેમના તરફ કોઈનું ધ્યાન ખેંચાતું નહીં. ગયે વરસે બે હિંદી વેપારીઓએ સ્ટીમરો ખરીદ કરી અને તેમણે મુંબઈ તથા નાતાલ વચ્ચે સ્ટીમરોની ઠીકઠીક નિયમિત સીધી આવજા શરૂ કરી દીધી. દક્ષિણ આફ્રિકા આવવા ઇચ્છતા ઘણાખરા હિંદીઓ આ યોજનાનો લાભ લેવા લાગ્યા, ને આમ, નાની નાની ટુકડીઓમાં વહેંચાવાને બદલે, તેઓ એકસાથે આવવા લાગ્યા એટલે તેમના તરફ ધ્યાન ખેંચાયું. વિશેષમાં જે લોક હિંદ પાછા ફરતા તેમની તરફ કોઈનું ધ્યાન ગયું જણાતું નથી. નીચેની યાદી પરથી સ્પષ્ટ જણાશે કે મુક્ત હિંદીઓની વસ્તીમાં ખાસ વધારો થયો નથી અને તે ઉપરોક્ત ભયને વાજબી ઠરાવે એટલો તો નથી જ થયો. વળી એ વાત પણ નોંધપાત્ર છે કે મુક્ત હિંદીઓ કરતાં હાલ યુરોપિયનો વધારે આવે છે અને લગભગ હંમેશ વધારે આવતા રહ્યા છે. વસાહતીના કામચલાઉ સંરક્ષક, મિ. જી. ઓ. રૂથરફર્ડના હેવાલ પરથી જણાય છે કે ગયા ઑગસ્ટથી જાન્યુઆરી સુધીમાં વહાણવટાની સાત પેઢીઓ સંસ્થાનમાંથી ૧૨૯૮ સ્વતંત્ર હિંદીઓને બહાર લઈ ગઈ; તે જ કંપનીઓ તે સમય દરમિયાન ૧૯૬૪ હિંદી- ઓને અહીં લાવી, જેમાંના ઘણાખરા વસાહતીઓ મુંબઈથી આવેલા હતા. – નાતાજ મર્ક્યુરી, ૧૭ માર્ચ, ૧૮૯૭. યુરોપિયન અને મુક્ત હિંદી કારીગરો વચ્ચે હરીફાઈ છે, એ મતલબના વિધાનને કશો આધાર નથી. આપના અરજદારો પોતાની જાતમાહિતીના આધારે કહી શકે એમ છે કે સુથાર, લુહાર, કડિયા વગેરે હિંદી કારીગરો સંસ્થાનમાં બહુ જૂજ છે, ને જે છે તે યુરોપિયનોથી ઊત- રતી કોટિના છે. (ઉચ્ચ કક્ષાના હિંદી કારીગરો નાતાલ આવતા નથી.) સંસ્થાનમાં થોડાક દરજી અને સોની છે, પણ તેઓ હિંદી કોમની જરૂરિયાતો પૂરી પાડવાનું કામ કરે છે. હિંદી તથા યુરોપિયન વેપારીઓ વચ્ચેની હરીફાઈ બાબતમાં, ઉપર આપેલાં કેટલાંક અવતરણોમાં એક વાત કહેવામાં આવી છે તે ખરી છે કે જો કંઈ હરીફાઈ હોય તો તે યુરોપિયન વેપારીઓએ હિંદી- ઓને આપેલા મોટા ટેકાથી શકય બની છે, અને યુરોપિયન વેપારીઓ હિંદી વેપારીઓને મદદ કરવા ઇચ્છે છે, અરે ઉત્સુક હોય છે, એ હકીકત પરથી જણાય છે કે યુરોપિયન અને હિંદી વેપારીઓ વચ્ચે ખાસ હરીફાઈ નથી. ખરું જોતાં તેઓ વચલા માણસનું કામ કરે છે અને યુરોપિયન જ્યાંથી છોડી દે છે ત્યાંથી તેમનો વેપાર શરૂ થાય છે. હિંદી બાબતો વિશે તપાસ કરીને હેવાલ રજૂ કરવા લગભગ ૧૦ વરસ પહેલાં ખાસ નિમાયેલા કમિશનરો હિંદી વેપારીઓ વિષે નીચે મુજબ લખે છે: અમને ખાતરી થઈ છે કે, યુરોપિયન સાંસ્થાનિકોના મનમાં જે ખીજ છે તે મોટે ભાગે યુરોપિયન વેપારીઓ સાથે, અને ખાસ કરીને જેઓ હિંદી વસાહતીઓના મોટા ભાગની વપરાશની ચોખા વગેરે વસ્તુઓ પૂરી પાડે છે તેમની સાથે, હરીફાઈ કરવાની આ આરબ વેપારીઓની શંકા વિનાની શક્તિને કારણે પેદા થયેલી છે. અમારો અભિપ્રાય છે કે આ આરબ વેપારીઓ ઇમિગ્રેશન કાયદા હેઠળ સંસ્થાન- માં લાવવામાં આવેલા અહીંના હિંદીઓને કારણે આકર્ષાયા છે. સંસ્થાનમાં હાલ રહેતા ૩૦,૦૦૦ હિંદીઓનો મુખ્ય ખોરાક ચોખા છે, અને આ ચાલાક વેપારીઓએ આ વસ્તુ પૂરી પાડવામાં પોતાની આવડત અને શક્તિનો એવો સફળતાથી ઉપયોગ કર્યો કે થોડાં