પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૩
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૮૩ ભંગ કરવા માટે જે કોઈ માણસ કોઈ પણ પ્રતિબંધિત વસાહતીને કોઈ પણ રીતે મદદ કરશે તે માણસે આ કાયદાનો ભંગ કર્યો ગણાશે. (૧૨) આ કાયદાની કલમ ૩માં દર્શાવેલા (ખ) કક્ષાના કોઈ પ્રતિબંધિત વસાહતીને નાતાલમાં પ્રવેશ કરવામાં જે કોઈ મનુષ્ય મદદ કરશે તેણે આ કાયદાનો ભંગ કર્યો ગણાશે, અને ગુનો સાબિત થયેથી તે સખત મજૂરી સાથેની બાર માસથી વધારે નહીં તેટલી હરકોઈ મુદતની કેદની સજાને પાત્ર થશે. (૧૩) કૉલોનિયલ સેક્રેટરીની સહીવાળા લેખિત અથવા છાપેલા અધિકારપત્ર વિના કોઈ મૂરખ અથવા પાગલ માણસને નાતાલમાં લાવવા માટે જે કોઈ કારણભૂત થશે તેણે આ કાયદાનો ભંગ કર્યો ગણાશે અને, બીજી કોઈ શિક્ષા ઉપરાંત, તે આવો મૂરખ અથવા પાગલ માણસ સંસ્થાનમાં રહે તે દરમિયાન તેના ભરણપોષણના ખર્ચ માટે જવાબદાર ગણાશે. (૧૪) કોઈ પણ પોલીસ અમલદાર અગર આ કાયદા હેઠળ નિમાયેલ કોઈ બીજો અમલદાર, કલમ પની જોગવાઈઓને અધીન રહીને, કોઈ પણ પ્રતિબંધિત વસાહતીને જમીનમાર્ગે કે દરિયાઈ માગ નાતાલમાં દાખલ થતાં અટકાવી શકશે. (૧૫) આ કાયદાનાં વિધાનોનો અમલ કરવા માટે ગવર્નર વખતોવખત અમલદારો નીમશે તેમ જ ઇચ્છાનુસાર દૂર કરી શકશે, અને આવા અમલદારોની ફરો નક્કી કરી શકશે, અને આવા અમલદારો તેમના ખાતાના પ્રધાનમંડળમાંના ઉપરી અધિકારી તેમને વખોવખત જે સૂચનાઓ આપે તેમનો અમલ કરશે. (૧૬) આ કાયદાની જોગવાઈઓનો વધારે સારી રીતે અમલ કરાવવા માટે ગવર્નર-ઇન-કાઉન્સિલ વખતોવખત નિયમો અને ઉપનિયમો સુધારી તથા રદ કરી શકશે. (૧૭) આ કાયદાનો અગર તે અનુસાર પસાર કરેલા કોઈ નિયમ અથવા ઉપનિયમનો ભંગ કરવા માટેની શિક્ષા, જ્યાં ખાસ કરીને વધારે ભારે શિક્ષા ન દર્શાવી હોય ત્યાં, ૫૦ પાઉન્ડના દંડ અથવા આવો દંડ ભરાતા સુધીની મુદત માટે સાદી અગર સખત કેદની અગર આવા દંડ ઉપરાંત, કોઈ પણ કેસમાં, ત્રણ માસથી વધારે નહીં તેટલી કેદની સજા થઈ શકશે. (૧૮) આ કાયદાના અથવા તેને આધીન નિયમો ઉપનિયમોના ભંગ કરવાના ગુના બાબત તથા ૧૦૦ પાઉંડ સુધીના દંડ તથા બીજી રકોના સર્વે દાવા ચલાવવાનો અધિકાર મૅજિસ્ટ્રેટોને હશે. k પત્રક () કોરું પ્રમાણપત્ર છે; જેનું નામ તેમાં ભરવામાં આવશે તે માણસ “નાતાલમાં વસાહતી તરીકે સ્વીકારવાને લાયક તથા યોગ્ય માણસ છે” એમ મનાશે. પત્રક (૬) આ કાયદાના અમલમાંથી મુક્ત હોવાનો દાવો કરનાર માણસે ભરી મોકલવાનું અરજીનું, ફૉર્મ છે. આ બિલો નામદાર સમ્રાજ્ઞીની સરકાર સમક્ષ વિચારણા માટે, કદાચ, થોડા જ વખતમાં રજૂ થશે. તેમ થશે તો, આપના અરજદારોએ આ બિલો સંબંધમાં આપની સેવામાં હાજર થવું પડશે.’ હાલ તો તેઓ એટલું કહીને સંતોષ માનશે કે, જોકે આ ત્રણ બિલોમાંથી કોઈનો ઉદ્દેશ ૧. જે રૂપમાં કાયદો પસાર થયા તેમાં કલમ ૧૧, ૧૨ અને ૧૩માં ઇરાદાપૂર્વક રાબ્દ ઉમેરીને અપરાધોના ઉલ્લેખને મર્યાદિત કરવામાં આવ્યા હતા; જીએ પા. ૨૬૨. ર. જી. પા. ૨૬૩. ૩. એજન. ૪. પાછળથી જ્યારે આ ત્રણ બિલે ચેમ્બરલેન સમક્ષ ખરેખર રજૂ થયું હતું; પસાર થયાં ત્યારે તા. ૨, તુલાઈ ૧૮૯૭નું વિનંતીપત્ર મિ. જુએ પા. ૨૪૭ અને પા. ૨૪૮-૫૯.