પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૮૫ એથી પેલા ટોળાને સંતોષ થયો. કુલીઓના પ્રવેશનો વિરોધ જનતાના કેવળ અમુક ભાગ દ્વારા કરવામાં આવે છે તે દર્શાવવાને આ પ્રસંગ પૂરતો છે. પરંતુ એ બિલોની સામે અત્યંત ગંભીર વાંધો તો એ છે કે એ બિલો જે અનિષ્ટનું અસ્તિત્વ જ નથી તેને રોકવાનો ઇરાદો રાખે છે. એટલું જ નહીં, નાતાલ સંસ્થાનમાં વસતા બ્રિટિશ હિંદીઓ વતી જો નામદાર સમ્રાજ્ઞીની સરકાર વચ્ચે નહીં પડે તો હિંદી-વિરોધી કાયદા ઘડવાના કામનો અંત આવશે નહીં. કૉર્પોરેશનોએ સરકારને અરજી કરીને હિંદીઓને લોકેશનોમાં ખસેડવાની, પરવાના આપવાની ના પાડવાની (ઉપરોક્ત બિલો પૈકી એકમાં આ વસ્તુ લગભગ આવી જાય છે) અને હિંદીઓને સ્થાવર મિલકત વેચવાની અગર નામે કરી આપવાની ના પાડવાની સત્તાની માગણી કરી છે. એમ માનવામાં આવે છે કે સરકારે પહેલી અને છેલ્લી દરખાસ્તો બાબત ઉત્સાહપ્રેરક જવાબ આપ્યો નથી; પરંતુ દરખાસ્તો તો ઊભી જ છે, અને સરકારનું વલણ આજે, કોઈક કારણોસર, આ દરખાસ્તો સ્વીકારવાનું નથી, પણ તેથી તે હંમેશાં એવું જ રહેશે એવી કોઈ ખાતરી નથી. અંતમાં, આપના અરજદારોની વિનંતી છે કે ઉપર જે ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તથા જે પ્રતિબંધ મૂકતા કાયદા ઘડવાની આગાહી કરવામાં આવી છે તે ધ્યાનમાં રાખીને બ્રિટિશ હિંદીઓની સ્થિતિ બાબતની નીતિનું જાહેરનામું વખતસર બહાર પાડવામાં આવે, અથવા તો ઉપર જે ખરીતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું સમર્થન કરવામાં આવે જેથી નામદાર સમ્રાજ્ઞીના હિંદી પ્રજાજનો પરથી નિયંત્રણો દૂર થાય અથવા નવાં નાખવામાં ન આવે અગર તો તેમને ન્યાય મળે એવી મદદ આપવામાં આવે. અને ન્યાય તથા રહેમના આ કાર્ય માટે, આપના અરજદારો, પોતાનું કર્તવ્ય માનીને, હંમેશ પ્રાર્થના કરશે. પરિશિષ્ટા (પરિશિષ્ટ ૧) નકલ અબદુલ કરીમ હાજી આદમ (દાદા અબદુલ્લા ઍન્ડ કું.) તથા બીજા એકત્રીસ [જાન્યુઆરી ૨૫, ૧૮૯૭] આ જાહેર વિરોધપત્ર દ્વારા લાગતા-વળગતા સર્વેને જણાવવાનું તથા સ્પષ્ટ કરવાનું, જે આજરોજ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક હજાર આઠસો સત્તાણું (૧૮૯૭)મા વર્ષના જાન્યુઆરી માસની પચીસમી તારીખે, મારી એટલે કે જૉન મૂર કૂક, રહેવાસી નાતાલ સંસ્થાન- ના, ડરબન શહેરના નોટરી પબ્લિકની સમક્ષ, અને નીચે સહી કરનાર બે સાક્ષીઓની હાજરી- માં, ઍલેકઝાન્ડર મિલ્ને તે સદરહુ નાતાલના બંદરના અંદરના બારામાં નાંગરેલી સ્ટીમર ર૩, વજન ૭૬૦ અથવા લગભગ એટલા ટન, એન્જિનની શક્તિ આશરે ૧૨૦ હૉર્સ પાવર, મૂળ સ્થાન સદરહુ બંદર, એ સ્ટીમરનો મુખ્ય ખલાસી અને કપ્તાન, તેણે જાતે આવી અને હાજર થઈ ગંભીરતાપૂર્વક જાહેર કરીને નિવેદન કર્યું જે નીચે મુજબ છે: