પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૧
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૯૧ મુખ્ય ખલાસી અને કપ્તાન, તેણે જાતે આવી અને ઉપસ્થિત થઈ ગંભીરતાપૂર્વક જાહેર કરીને નિવેદન કર્યું જે નીચે મુજબ છે: સદરહુ સ્ટીમરે સામાન્ય વેપારી માલસામાનનો બોજ ભરીને અને ૩૫૦ ઉતારુઓ લઈને ગયા નવેમ્બરની ૩૦મી [૨૮મી તારીખે મુંબઈ બંદર છોડયું, અને ૧૮ ડિસેમ્બર ૧૮૯૬ના રોજ બપોરે આ બંદરની બહાર લંગર નાખ્યું. મુંબઈ છોડતાં પહેલાં ખલાસીઓની તથા ઉતારુઓની તપાસ કરવામાં આવી હતી તથા ગણતરી કરવામાં આવી હતી, અને આરોગ્ય બાબતનું તથા બંદર છોડવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આખી સફર દરમિયાન એક રસોઇયા સિવાય તમામ ઉતારુઓ અને ખલાસીઓ કોઈ પણ જાતની માંદગીથી મુક્ત હતા. પેલા રસોઇયાના પગ સૂજી ગયા હતા. પરંતુ ૧૯મી ડિસેમ્બરે ડૉકટરે તેને તપાસીને કહ્યું કે એને કલેજા અને મૂત્રપિંડના બગાડની, કાંઈ ગૂંચવાડાભરી બીમારી છે, અને તેને જ કારણે તે ૨૦મી ડિસેમ્બરે ગુજરી ગયો. અહીં આવીને સદરહુ હાજર થયેલ કપ્તાને આ બંદરના આરોગ્ય અધિકારી સમક્ષ સ્ટીમર પરના સઘળા લોકની તંદુરસ્તી બાબત રાબેતા મુજબના કાગળપત્ર રજૂ કર્યા હતા, અને સદરહુ ઉપસ્થિત થનારે પૂછપરછ કરતાં તેના જવાબમાં આરોગ્ય અધિકારીએ એને જણાવ્યું કે સદરહુ સ્ટીમરને પાંચ દિવસ કવૉરૅન્ટીનમાં રાખવામાં આવશે. જેથી મુંબઈ બંદર છોડયાની તારીખથી ૨૩ દિવસ પૂરા થાય. તે પછીને દિવસે ભૂતકો, ઉતારુઓ અને ખલાસીઓનાં રહેઠાણો ધોવામાં આવ્યાં ને જંતુનાશક દવા છાંટવામાં આવી. તા. ૨૦ ડિસેમ્બરના રોજ નૂતકો, ઉતારુઓ તથા ખલાસીઓનાં રહેઠાણો તથા આખા વહાણને ધોઈ કાઢયું હતું અને એક છેડેથી બીજા છેડા સુધી જંતુનાશક દવા છાંટવામાં આવી, તા. ૨૧ ડિસેમ્બરના રોજ આખી સ્ટીમરને ધોઈ કાઢવામાં આવી, અને સઘળાં જાજરૂઓ, મુતરડીઓ વગેરેને પૂરેપૂરી રીતે જંતુનાશક દવા છાંટવામાં આવી અને કવૉરૅન્ટીનના નિયમોનું ચીવટપૂર્વક પાલન કરવામાં તા. ૨૨ ડિસેમ્બરના રોજ નૂતકો ધોઈ નાખ્યાં, અને જાજરૂઓ, મુતરડીઓ વગેરેમાં જંતુનાશક દવા છાંટવામાં આવી. આરોગ્ય અધિકારીએ નાખેલી પાંચ દિવસની મુદત, જે દરમિયાન સ્ટીમર કવૉરૅન્ટીનમાં હતી અને કવૉરેન્ટીનના નિયમો કાળજીપૂર્વક પળાતા હતા, તે પૂરી થતાં સદરહુ ઉપસ્થિત થનારે કિનારાના મથકે નીચે મુજબ સંકેત-સંદેશ મોકલ્યો: “કવૉરૅન્ટીન વિશે શું નક્કી થયું? મહેરબાની કરીને જવાબ આપો.” તેનો જવાબ મળ્યો: “કવૉરૅન્ટીનની મુદતનો નિર્ણય હજી થયો નથી.” ૨૩મી ડિસેમ્બરને રોજ નૂતકો ધોવડાવ્યાં અને તમામ મુતરડી તથા જાજરૂ જંતુનાશક દવાથી સાફ કરાવ્યાં અને સદરહુ હાજર થનારે ફરીથી કિનારે સંકેત-સંદેશ મોકલ્યો: “કવૉરૅન્ટીન બાબત શું થયું?” અને તેના જવાબમાં નીચેનો જવાબ મળ્યો કે, “કવૉરૅન્ટીન અધિકારીને હજી કોઈ સૂચનાઓ મળી નથી.” ૨૪ ડિસેમ્બરના રોજ નૂતકો ધોઈ, જાજરૂ-મુતરડીને જંતુનાશક દવા છાંટી. તે દિવસે આરોગ્ય અધિકારી તથા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સ્ટીમર પર આવ્યા. તેમણે ખલાસીઓ તથા ઉતારુઓને એકઠા કરી તેમને તપાસ્યા અને સ્ટીમરમાં કાબેલિક ઍસિડ અને કાર્બોલિક ભૂકી છૂટથી મેળવેલી દવા સારી પેઠે છાંટવામાં આવી. આરોગ્ય અધિકારીની સૂચના મુજબ ઉતારુઓનાં