પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ.

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ કેવળ ન્યાયને ખાતર અધિકારીઓને શું કહેવાનું છે તે અહીં જણાવી દેવું જોઈએ. ફિર- યાદ સાચી છે, એ તો તેઓ કબૂલ કરે છે, પણ પૂછે છે કે ગિરમીટિયા હિંદી ને મુક્ત હિંદી અમારે કેવી રીતે ઓળખવા? અમે કહીએ છીએ કે એ તો બહુ સહેલું છે. ગિરમીટિયા હિંદી કદી શિષ્ટ પોશાકમાં હોતા નથી. અને જ્યારે કોઈ હિંદીની બાબતમાં અનુમાન કરવામાં આવે – ખાસ કરીને હું જેની વાત કરું છું તેવા હિંદીની બાબતમાં – ત્યારે એ અનુમાન હિંદીની તર- ફેણમાં કરવું જોઈએ, વિરુદ્ધમાં નહીં. કોઈ માણસને ચોર માની લેવામાં જેટલું ઔચિત્ય છે, તેના કરતાંયે ઓછું કોઈ હિંદીને ભાગેડુ માની લેવામાં છે. જો કોઈ હિંદી ભાગી જ છૂટે અને શિષ્ટ દેખાવાની તજવીજ કરે તોપણ તે લાંબા વખત સુધી, પકડાયા વગર રહી શકશે નહીં, પરંતુ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને લાગણી જેવું કંઈ હોય એમ કોઈ માનતું જ નથી. એ તો પશુ છે-“કાળી લાંબી ને પાતળી ચી‹”, “અંતરથી શાપ દેવા જેવી એશિયાઈ ગંદકી”. એક બીજો કાયદો છે તેમાં કહેવામાં આવ્યું છે કે આદિવાસીઓ તથા હિંદીઓ જ્યારે ઢોર હાંકી જતા હોય ત્યારે તેમની પાસે અમુક પ્રકારના પાસ હોવા જોઈએ. ડરબનમાં વળી એક પેટાકાયદો જણાવે છે કે આદિવાસી નોકરો તથા “એશિયાની અસંસ્કૃત જાતિઓના બીજા લોકો”ની નોંધણી કરાવવી જોઈએ. આમાં માની લેવામાં આવ્યું છે કે હિંદીઓ જંગલી છે. આફ્રિકન આદિવાસીને શ્રમનું મહત્ત્વ તથા તેની અગત્ય હજી શિખવાય છે એટલે એને નોંધણી કરાવવાની ફરજ પાડવા માટે એ બહુ સારું કારણ છે. પણ હિંદી તો એ સમજે છે, ને સમજે છે તેથી તો તેમને પોતાના દેશમાંથી ત્યાં લઈ જવામાં આવે છે. છતાં હિંદીનું આદિવાસીઓ ભેગું વર્ગીકરણ કરવાનો આનંદ માણવા ખાતર એની પાસે પણ નોંધણી કરાવાય છે. હું જાણું છું ત્યાં સુધી, નગરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે કદી એ કાયદાનો અમલ કર્યો નથી. એક વાર એક હિંદીનો બચાવ કરતાં મેં વાંધો ઉઠાવ્યો હતો કે તે નોંધાયેલો નથી. સુપરિન્ટેન્ડેન્ટે મારા વાંધા પ્રત્યે અણગમો બતાવ્યો ને કહ્યું કે એ કાયદો હું કદી હિંદીઓને લગાડતો નથી, તો પછી શું તમે હિંદીઓને અપમાનિત કરવા માર્ગો છો? તેમ છતાં એ કાયદો તો છે એટલે તેનો ઉપયોગ ગમે ત્યારે દમનના સાધન તરીકે થાય પણ ખરો. પરંતુ, આમાંની કોઈ ગેરલાયકાર્તા દૂર કરાવવા અમે હજી પ્રયત્ન કર્યો નથી. એમની સખતાઈ ઓછી કરવા માટે જે સ્થાનિક પ્રયાસ થઈ શકે તે અમે કરીએ છીએ. હાલ તુરત તો અમારા પ્રયાસો નવા કાયદા થતા અટકાવવા પર અથવા તાજેતરમાં થયેલા કાયદા રદ કરાવવા પર કેંદ્રિત થયેલા છે. એ બાબતનો ઉલ્લેખ કરતાં પહેલાં હું વધુ દાખલા આપીને એટલું સમજાવી લઉં કે બીજી ઘણી રીતે પણ હિંદીને ત્યાંના આદિવાસી સાથે સમાન કક્ષાએ મૂકવામાં આવે છે. રેલવે સ્ટેશનોનાં પાયખાનાં પર “આદિવાસીઓને એશિયાવાસીઓ માટે” એવું લખેલું હોય છે. ડરબનની પોસ્ટ અને તાર ઑફિસમાં આદિવાસીઓ અને એશિયાવાસીઓ માટે અલગ અને યુરોપિયનો માટે અલગ પ્રવેશદ્ગાર છે. આ માનાિહન અમને બહુ વસમી લાગી. ટિકિટો વેચનારા કારકુનો અનેક પ્રતિષ્ઠિત હિંદીઓનું પણ અપમાન કરતા હતા ને જાતજાતની ગાળો દેતા હતા. આ ઘૃણા- જનક ભેદ દૂર કરવા અમે અધિકારીઓને અરજ કરી એટલે હવે એમણે આદિવાસીઓ, એશિયાવાસીઓને યુરોપિયનો માટે ત્રણ જુદાં પ્રવેશદ્રારોની જોગવાઈ કરી છે. વસાહતના મતાધિકારના સામાન્ય કાયદા મુજબ મળતા મતાધિકારના હક હમણાં સુધી હિંદીઓ ભોગવતા આવ્યા છે. એ કાયદા પ્રમાણે ૫૦ પાઉન્ડની સ્થાવર મિલકત ધરાવનાર અથવા વાર્ષિક ૧૦ પાઉન્ડ ભાડું ભરનાર પુખ્ત વયના પુરુષનું નામ મતદારોની યાદીમાં દાખલ-