પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૯
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર (પરિશિષ્ટ ૧૨) નકલ પ્રતિ ડી. બર્ટવેલ, એસ્કવાયર, એમ. ડી. કાર્યપાલક આરોગ્ય અધિકારી સાહેબ, પ્રતિ ગુડરિક, લૉટન અને કૂક સજ્જનો, ૧૯૯ આપનો ગઈ કાલનો પત્ર મળ્યો, પરંતુ તેનો જવાબ આપતાં પહેલાં અમે આપનું ધ્યાન એ હકીકત તરફ ખેંચવા ઇચ્છીએ છીએ કે અમારા ગઈ કાલના પત્રમાં અમે પૂછેલા પ્રશ્નનો આપે જવાબ આપ્યો નથી. આ પ્રશ્નનો જવાબ મળ્યા પછી અમે તા. ૨૪ના આપના પત્રનો જવાબ આપી શકીશું. ડરબન, ૨૫ ડિસેમ્બર, ૧૮૯૬ સ્ટીમરોના દરેક દિવસની અટકાયતનો અર્થ ૧૫૦ પાઉન્ડનું નુકસાન છે, અને પ્રવાસીઓની જિંદગીને નહીં તો તેમની તંદુરસ્તીને તો જોખમ છે જ; એ હકીકત ધ્યાનમાં લઈને, અમે વિશ્વાસ રાખીએ છીએ કે સવાર દરમિયાન અમને આપનો જવાબ મળશે અને તે પછી તરત જ આપને અમારો પ્રત્યુત્તર મળી જશે. (પરિશિષ્ટ ૧૩) નકલ આપના આજ્ઞાંકિત સેવકો, (સહી) ગુડરિક, લૉટન અને કૂક ડરબન, ડિસેમ્બર ૨૫, ૧૮૯૬ મેં ‘સ્પ્રંટિક’ મંજૂર કરવા ના પાડી છે, ઇત્યાદિ બાબતમાં, તમારા આગલા પત્રમાં પૂછેલા પ્રશ્નનો મેં જવાબ નથી આપ્યો એવું જણાવતો, તમારો તા. ૨૫ ડિસેમ્બરનો પત્ર મળ્યો. તેના જવાબમાં જણાવવાનું કે મેં જણાવેલી શરતો માન્ય થયા સિવાય, સ્ટીમરોને ‘પ્રેટિક’ આપવાનું મને સલામત લાગતું નથી. આપનો આજ્ઞાંકિત સેવક, (સહી) ડી. બર્ટવેલ, કાર્યપાલક તબીબી આરોગ્ય અધિકારી ડરબન બંદર