પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ.

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ ૧૧ સાચી વાત એ છે કે, સંખ્યાની વાત તદ્ન બાજુએ રાખતાં, શ્રેષ્ઠ જાતિ જ હમેશાં રાજ્યની લગામ પોતાના હાથમાં રાખશે. અમે માનીએ છીએ કે હિંદી મત યુરોપિયન મતને દબાવી દેશે એ ભય તદ્દન કાલ્પનિક છે. એવો દબાવી દેવાનો ભય જરાયે સંભવિત હોય એવું અમે માનતા નથી, કેમ કે ભૂતકાળના અનભવે સાબિત કર્યું છે કે હિંદીઓનો જે વર્ગ સામાન્ય રીતે અહીં આવે છે તે મતાધિકારની પરવા કરતો નથી. વળી તેમાંના મોટા ભાગની પાસે મતાધિકાર માટે જે થોડી મિલકત હોવી જરૂરી છે તે પણ નથી. આ કબૂલાત આનાકાની સાથે કરવામાં આવી છે. મર્ક્યુરીનું એવું અનુમાન છે અને અમે પણ એમ જ માનીએ છીએ કે બિલનો હેતુ જો એશિયાવાસીને મતાધિકારથી વંચિત રાખવાના હોય તો એ હેતુમાં તે નિષ્ફળ નીવડશે. વળી મર્ક્યુરી કહે છે કે એ હેતુ નિષ્ફળ જશે તેથી કાંઈ નુકસાન નહીં થાય. તો પછી હિંદી કોમને હેરાન કરવા સિવાય એનો બીજો કર્યો ઉદ્દેશ છે ? આ બિલ લાવવાનું સાચું કારણ મર્ક્યુરીના એપ્રિલ ૨૩, ૧૮૯૬ના અંકમાં સાવચેતીપૂર્વક છતાં સ્પષ્ટ રીતે આપેલું છે: ખરી રીતે કે ખોટી રીતે, ન્યાયની રીતે કે અન્યાયથી, હિંદીઓ તેમ જ બીજા એશિયાવાસીને અનિયંત્રિતપણે મતાધિકાર આપવા સામે દક્ષિણ આફ્રિકાના, ને ખાસ કરીને બંને પ્રજાસત્તાકીના, યુરોપિયનોના મનમાં પ્રબળ લાગણી મોજૂદ છે. આ બાબતમાં હિંદી પક્ષે દલીલ એ છે કે હાલમાં ખુલ્લા મતાધિકાર મુજબ દર ૩૮ યુરોપિયન મતદાર દીઠ એક જ હિંદી મતદાર છે, અને જે ભય રાખવામાં આવે છે તે માત્ર કાલ્પનિક છે. કદાચ એ કાલ્પનિક છે, છતાં અમારે એ સાચો માનીને ચાલવું જોઈશે. તેનું પૂરેપૂરું કારણ અમે કહ્યું છે તેમ, અમારા વિચારો નથી, પણ દેશના બાકીના યુરોપિયનોની લાગણી છે જે અમે જાણીએ છીએ કે, બહુ કરુર છે. વળી અમે એ પણ નથી ઇચ્છતા કે દેશની બીજી યુરોપીય સરકારો અમારા ઉપર એવી જાતનો વધારે મોટો અને વધારે ઘાતક પ્રતિબંધ લગાવી અમને તેમનાથી અલગ કરી દે કે અમે એમના સંપર્કથી દૂર અને એમની સાથે સુમેળ વિનાનો અર્થ એશિયાઈ દેશ બની ગયા છીએ. ત્યારે નગ્ન સત્ય આમ છે. જનતાના બુમરાણને તાબે થઈને એશિયાવાસીઓને, ન્યાયી અન્યાયી રીતે પણ દબાવી દેવા જોઈએ. આ બિલ પસાર કરવા માટેનાં ખરાં કારણ સમજા વવા સારુ સરકારે ગુપ્ત સભા બોલાવેલી તે બાદ એ પસાર થયું છે. સાંસ્થાનિકોએ તેમ જ બીજાં પત્રોએ. પોતાના દૃષ્ટિબિંદુથી અપૂરતું ગણી એ બિલને વખોડી કાઢયું છે; અને બિલની તરફેણમાં મત આપનાર સભ્યોએ પણ એને વખોડયું છે. તેઓ માને છે કે હિંદીઓ હિંદમાં “પાર્લામેન્ટરી પતિના મતાધિકારના પાયા પર ચૂંટણીથી રચાયેલી પ્રતિનિધિ સંસ્થાઓ” ધરાવતા હોઈ આ બિલ તેમને લાગુ પડશે નહીં. અને “સંસ્થાન છેડા વિનાની કોરટબાજી તથા આંદોલનની જાળમાં ફસાઈ જશે”. અમે પણ એ જ કારણનો આશરો લીધું છે. અમે કહીએ છીએ કે હિંદમાંની કાઉન્સિલો ‘‘પાર્લમેન્ટની પદ્ધતિના મતાધિકારના પાયા પર ચૂંટણી દ્વારા રચાયેલી પ્રતિનિધિ સંસ્થાઓ” છે. અલબત્ત સામાન્ય લોકો સમજે છે તે અર્થમાં આપણે ત્યાં એવી સંસ્થાઓ નથી, પણ લંડનના ટાÇ અને ડરબનના એક શક્તિશાળી કાયદાશાસ્ત્રીના અભિપ્રાય મુજબ કાનૂની દૃષ્ટિએ આપણી સંસ્થાઓ એ બિલમાં વર્ણવેલી સંસ્થાઓ સાથે એક હરોળમાં બેસી એમ છે. ટામ્સ કહે છે કે “તેને (હિંદીને ) હિંદમાં બિલકલ મતાધિકાર નથી એ દલીલનો