પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૨
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ હિંદીઓનાં જે કપડાં અને બીજા સામાનનો નાશ કરવામાં આવ્યો છે તેની વાજબી કિંમત, અને તેથી વધારે કંઈ નહીં, સમિતિએ હિંદીઓને ચૂકવી આપવી. ૬. નાવીને કોલસો તથા સીધું વગેરે સામગ્રી બારામાં આવીને લેવાને બદલે, બહારની હદ આગળ રહી લેવામાં જે વધારાનો ખર્ચ થાય તે તથા નવરીને બહારની હદ સિમિત છોડવા ન દે તેને પરિણામે સ્ટીમરને જે વધારાનો ખર્ચ કરવો પડે તે સમિતિએ સ્ટીમરને ચૂકવવો. ૨૧૪ મેસર્સ દાદા અબદુલ્લા ઍન્ડ કં. સાહેબો, (પરિશિષ્ટ ૨૪) નકલ પૉઈન્ટ (ફરજો) ૧૩ જાન્યુઆરી, ૧૮૯૭ સવારે ૧૦–૪૫ વાગ્યે તમારા ગઈ કાલની તારીખના પત્રની પહોંચ હું સ્વીકારું છું. બંદરના કપ્તાનની સૂચના છે કે સ્ટીમરોએ આજે ૧૨ વાગ્યે સીમા ઓળંગી અંદર આવવા માટે તૈયાર રહેવું. વ્યવસ્થા જાળવવાની જવાબદારીની સરકારને યાદ દેવરાવવાની જરૂર નથી. તમારો આજ્ઞાંકિત સેવક, (સહી) હૅરી એમ્બ (પરિશિષ્ટ ૨૫) સાહેબ, મેં જોયું છે કે, મર્ક્યુરીના આજ સવારના અંકમાં આપના અગ્રલેખમાં આપે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે ગયા બુધવારે ડરબન ઊતરીને નગર વચ્ચે થઈને આવવાની જે સલાહ મિ. ગાંધીને આપવામાં આવી હતી તે બરાબર ન હતી. તેઓ કિનારે આવ્યા તેમાં મારો પણ હાથ હતો, તેથી જો આપના અભિપ્રાયનો ઉત્તર આપવાની આપ મને તક આપશો તો આભારી થઈશ. અત્યાર લગી તો, દેખાવો યોજનાર પક્ષનો કાર્યક્રમ અપનાવવા અને પોતાના ઉદ્દેશો પાર પાડવાની એની વિશિષ્ટ રીતિ અપનાવવા જે કોઈ તૈયાર ન હોય તેણે કાંઈ બોલવું નકામું હતું; પરંતુ હવે સમિતિનું વિસર્જન થયું છે અને લોકોના માનસને ઉશ્કેરવાનું અટકયું છે, એટલે હું વિશ્વાસ રાખું છું કે મારા પત્ર પર શાંતિથી અને ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવશે. આરંભમાં જ કહી દઉં કે જ્યારે ચળવળ ચાલી રહી હતી ત્યારે મેં હિંદમાં પ્રસિદ્ધ થયેલી મિ. ગાંધીના ચોપાનિયાની એક પ્રત મેળવી હતી જે ચોપાનિયા વિષે કેટલાક માસ પૂર્વે આપણને રૂટરનો તાર મળ્યો હતો. હું આપના વાચકોને ખાતરી આપી શકું કે રૂટરે એ ચોપાનિયાની ગેરરજૂઆત કરી હતી એટલું જ નહીં પણ એટલી બધી ગેરરજૂઆત કરી હતી કે બંને વાંચી ગયા પછી હું એ જ નિર્ણય પર આવી શકું કે દરિયાઈ તારના લખનારે ચોપાનિયું વાંચ્યું જ ન હતું. વિશેષમાં, હું એમ કહી શકું કે ચોપાનિયામાં એવું કાંઈ નથી, જેને અસત્ય કહીને કોઈ વાંધો ઉઠાવી શકે. જો કોઈ ઇચ્છે તો તેની પ્રત મેળવીને વાંચી શકે. તમારા વાચકો એ વાંચે અને પ્રામાણિકપણે જવાબ આપે ૐ એમાં કાંઈ અસત્ય છે? કોઈ રાજકીય વિરોધી માટે