પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૩૨ ગાંધીજીનો અક્ષરદેહ બને તેટલી સબળ રીતે રજૂ કરવાનું તદ્દન જરૂરી બન્યું છે. હું જાણું છું કે હિંદમાં લોકસેવકોનું ધ્યાન દુકાળ અને પ્લેગમાં પૂરેપૂરું રોકાયેલું છે. પરંતુ, હવે આ પ્રશ્નનો છેવટનો નિર્ણય આવ- નાર હોવાથી, મને લાગે છે કે લોકસેવકોએ આ પ્રશ્ન પ્રત્યે પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. દુકાળના ઉપાયોમાં એક વિદેશગમન છે, ને સંસ્થાનો એ અટકાવવા હાલ મથી રહ્યાં છે. આ સંજોગોમાં, મારું નમ્ર નિવેદન છે જે આ બાબત તરફ હિંદમાં લોકસેવકોએ તરત અને દિલપૂર્વક ધ્યાન આપવું જોઈએ. આપને જાણીને આનંદ થશે, જે અત્રેની હિંદી કોમે હિંદના દુકાળ રાહત ફંડમાં ૧૧૩૦ પાઉંડથી વધુ આપ્યા છે. [મૂળ અંગ્રેજી] સાઇકલોસ્ટાઈલ કરેલા પત્રની છબી પરથી : એસ. એન. ૨૨૧૦ ૩૯. એફ. એસ. તાલેયારખાનને પત્ર આપનો આજ્ઞાંકિત, મો. ક. ગાંધી ડરબન, [એપ્રિલ ૬, ૧૮૯૭]º સ્નેહીશ્રી તાલેયારખાન, હું આજે તમને ‘વિનંતીપત્ર’ તથા બીજા કાગળો મોકલું છું. વધારે લખવાનો સમય જ નથી. આ પ્રશ્ને એવું ગંભીર રૂપ ધારણ કર્યું છે કે હિંદીઓ ઉપર જે નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે તે સામે સમગ્ર હિંદે જાગ્રત થઈ જવું જોઈએ. સમય અત્યારે ન છે, ફ્રી વી નદ્ન આવે. અને નાતાલ બાબત પ્રશ્નનો જે નિર્ણય આવશે તે સઘળાં સંસ્થાનોને લાગુ પાડી શકાશે. જાહેર મંડળો આ અયોગ્ય વર્તાવ સામે વિરોધ કરતાં વિનંતીપત્રોનો ધોધ વહાવી ‘ઇન્ડિયા ઑફિસ’ને કેમ ભરી દેતાં નથી? સૌનો અભિપ્રાય એક છે. ન્યાય મેળવવા જરૂર છે માત્ર કાર્યની. [મૂળ અંગ્રેજી] આર. એફ. એસ. તાલયારખાનના સૌજન્યથી હૃદયથી તમારો મો. ક. ગાંધી બીજું કંઈ વધારે ન બની શકે તો, કોઈ હિસાબે, વસાહતીઓને રાજ્ય દ્વારા મોકલાતા તો બંધ કરી જ શકાય. મો. ક. ગાં. ૧. આ પત્ર ૧૮૯૭ની ૨૭ એપ્રિલના પરિપત્ર(ન્નુએ પા. ર૭૧–૩ર)ની પાછલી ખાતુ પર લખવામાં આવ્યેા હતા, અને ઘણું કરીને ૬ઠ્ઠી એપ્રિલને રાજ, ગાંધીજીએ નાતાલના ગવર્નરને વિનંતીપત્ર પેશ કર્યાં, તે દિવસે લખ્યા હતેા. જીએ પાદટીપ, યા, ૧૩૫,